સાઉથ આફ્રીકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે સેમિફાઈનલ
March 05, 2025
બંને ટીમો 50 ઓવરની ફોર્મેટમાં સારો દેખાવ કરે છે પરંતુ મોટી મેચોમાં અણીના સમયે દબાણમાં આવીને વિખેરાઈ જાય છે. સાઉથ આફ્રીકા ગ્રૂપ-બીમાં ટોચના ક્રમે રહીને અંતિમ-4મા પ્રવેશી હતી. મિચેલ સાન્તેનરના નેતૃત્વમાં કિવિ ટીમ ગ્રૂપ-એમાં બીજા ક્રમે રહી હતી. બેટિંગ અને બોલિંગમાં બંને ટીમ સરભર જણાય છે.
સાઉથ આફ્રીકા અને ન્યૂઝીલેન્ડને અનુક્રમે 1998 તથા 2000માં એક-એક વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. તે સમયે આ ટૂર્નામેન્ટને આઇસીસી નોકઆઉટ ટ્રોફી કહેવામાં આવતી હતી જેના કારણે તે સમયે આ ટૂર્નામેન્ટનું વધારે મહત્ત્વ રહેતું નહોતું. આફ્રીકન ટીમ મોટી મેચોમાં હારનાર ટીમ તરીકેના ચોકર્સ ટેગને હટાવવાનો પ્રયાસ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ 2015 તથા 2019ના વન-ડે વર્લ્ડ કપમાં બે વખત અને 2021ના ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યા બાદ ટાઇટલથી વંચિત રહી છે.
સાઉથ આફ્રીકન ટીમ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલનો અંતરાય પાર કરી શકી હતી પરંતુ ફાઇનલમાં ભારત સામે પરાજય થયો હતો. ગદ્દાફી સ્ટેડિયમની પિચ ધીમી હોવાના કારણે સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બનશે. જોકે બોલને વધારે સ્પિન મળશે નહીં. બોલિંગમાં વિવિધતાના કારણે સાઉથ આફ્રીકા વધારે મજબૂત લાગી રહી છે.
બંને ટીમ પાસે બેટિંગ ક્રમમાં મજબૂત તાકાત છે અને બંને પાસે શાનદાર ફિલ્ડર્સ છે. મેચના પરિણામમાં સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વનો ભાગ ભજવશે. ન્યૂઝીલેન્ડ પાસે સુકાની સેન્ટનર, માઇકલ બ્રેસવેલ, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ તથા માર્ક ચેપમેનના સ્વરૂપે સારા સ્પિનર્સ છે. સાઉથ આફ્રીકા પાસે રેયાન રિકેલ્ટન શાનદાર ફોર્મમાં છે.
Related Articles
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી, શ્રેયસ અય્યર કેપ્ટન
વીવીએસ લક્ષ્મણને મળી હેડ કોચની જવાબદારી,...
Sep 04, 2026
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિયામાં કમબેક પર બ્રેક
હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત: ટીમ ઈન્ડિય...
Sep 01, 2026
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન્યાસ: ઈન્સ્ટા પર ભાવુક પોસ્ટ કરી જણાવ્યું કારણ
મેસીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધો સંન...
Sep 01, 2026
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મેચ ફિક્સિંગથી બચાવવા પસંદગીકારોને નવી જવાબદારી સોંપી
બીસીસીઆઈએ યુવા ક્રિકેટરોને ડ્રગ્સ અને મે...
Aug 25, 2026
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ, કપિલ દેવ પણ ટોપ 5ની લિસ્ટમાં સામેલ
બાંગ્લાદેશ સામે વિકેટ ચટકાવતા જ મિચેલ સ્...
Aug 22, 2026
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર વાપસી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ભારતનો કૂદકો
શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયાની શાનદાર...
Aug 19, 2026
Trending NEWS
03 September, 2026
03 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
01 September, 2026
01 September, 2026