સુરતના માંડવી ખાતે આવેલો આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચતા 6 દરવાજા ખોલાયા

July 24, 2024

સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલ આમલી ડેમ ભયજનક સપાટીએ પહોંચ્યો છે જેના કારણે ડેમના 6 દરવાજા ખોલી પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે.ડેમની કુલ જળ સપાટી 115 મીટર છે તો હાલ ડેમ 113 મીટરની જળ સપાટીએ પહોંચ્યો છે.ડેમના 6 દરવાજા ખોલી 6132 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે,ડેમની નજીક 27 જેટલા ગામો આવેલા છે આ તમામ ગામોના સ્થાનિકોને એલર્ટ કરવામાં આવ્યા છે,તેમજ ડેમ વિસ્તાર તરફ ન જવા સૂચના આપવામાં આવી છે.માછીમારોને પણ ડેમ તરફ ન જવા માટે સૂચના આપવામાં આવી છે,તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે.