જિનપિંગ ખુર્શી છોડો’ના સૂત્રોચ્ચાર, કોરા કાગળ સાથે પ્રદર્શન... ચીનના લોકો કેમ થયા ગુસ્સે ?

November 27, 2022

ચીનમાં કડક લોકડાઉનના વિરોધમાં લોકો ગુસ્સે ભરાયા : આજે ચીનમાં 40 હજાર કેસ નોંધાયા


કડક લોકડાઉનથી આગની ઘટનામાં 10ના મોત થયા હોવાનો પ્રદર્શનકારીઓનો આક્ષેપ


બીજીંગ- ચીનમાં કડક કોવિડ પ્રતિબંધોના વિરોધમાં લોકોનો સખ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ જિનપિંગ ખુર્શી છોડે તેવી માંગ કરી રહ્યા છે. બીજિંગ અને શાંઘાઈના મુખ્ય શહેરોમાં વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકોના હાથમાં મિણબત્તી, પોસ્ટર્સ અને મોબાઈલની ટોર્ચ જોવા મળી રહી છે. તો વિદ્યાર્થીઓ કોરો કાગળ લઈને પણ પ્રદર્શન કરી રહ્યા છે.