સાઉથના સુપરસ્ટાર પ્રભાસને જોકર કહી ફસાયો બોલિવૂડ એક્ટર, હવે ભર્યું આ મોટું પગલું

August 24, 2024

બોલિવૂ઼ડ એક્ટર અરશદ વારસી અત્યારે પોતાના નિવેદનોને લઈને ખૂબ ચર્ચામાં છે, ક્યારેક તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસને લઈને એવી વિવાદિત કમેન્ટ કરી દે છે જેથી તેને ઘણી હેટ મળે છે તો ક્યારેક અરશદ હજ અંગે ટિપ્પણી કરે છે જે બાદ મુસ્લિમ સમુદાયના લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે. અરશદ વારસીને છેલ્લા ઘણા સમયથી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેનાથી પરેશાન થઈને અરશદે એક મોટું પગલું ઉઠાવ્યું છે.સ્વતંત્રતા દિવસ પર અરશદ વારસીએ પોતાના પરિવારની સાથે એક તસવીર શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરમાં અરશદના પત્ની અને પુત્રી નજર આવી રહ્યાં છે. અરશદની પ્રભાસને લઈને કરવામાં આવેલી કમેન્ટ્સના કારણે તેની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ. પ્રભાસના ચાહકો અરશદથી એટલે સુધી નારાજ થઈ ગયા તેમણે અરશદની આ તસવીર પર તેમની ફેમિલી પર પણ નેગેટિવ કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. અરશદ વારસીને પ્રભાસના ચાહકોથી ખૂબ હેટ કમેન્ટ્સ મળી. લોકોએ તેની પુત્રી અને પત્નીને લઈને પણ અભદ્ર ટિપ્પણીઓ કરી. અરશદ વારસીએ જ્યારે જોયું કે તેના પરિવારને પણ ખરાબ કમેન્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે તો તેણે આ તસવીર પર કમેન્ટ્સને જ ઓફ કરી દીધી. અરશદે આ તસવીરની કમેન્ટ્સ હવે હટાવી દીધી છે. જે બાદ હવે ફોટા પર કોઈ કમેન્ટ નજર આવી રહી નથી. અરશદ વારસીના આ પગલાંથી સ્પષ્ટ વ્યક્ત થઈ રહ્યું છે કે તે ટ્રોલિંગથી ખૂબ વધુ પરેશાન થઈ ગયો છે. અરશદને પ્રભાસ પર કમેન્ટ કરવી ખૂબ ભારે પડી ગઈ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર પણ આ રીતે બચવું પડી રહ્યું છે. થોડા દિવસ પહેલા અરશદ વારસીએ એક શો માં પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 એડી' પર પોતાનો મત રજૂ કર્યો હતો. એક્ટરે કહ્યું કે તેને ફિલ્મ ગમી નહીં અને પ્રભાસ જોકર જેવો લાગી રહ્યો હતો. મારે એક મેડ મેક્સ જોવો હતો, હુ મેલ ગિબ્સનને જોવા માગતો હતો. તમે તેને શું બનાવી દીધો યાર. મને ખબર નથી પડતી કે આવું કેમ કરવામાં આવે છે.