દ્વારકાના કલ્યાણપુરમાં પાણીમાં સ્કૂલ બસ અટવાતા વિધાર્થીઓનુ રેસ્કયુ કરાયું

July 24, 2024

કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે ધોધમાર વરસાદ વરસતા ગામની નદીઓમાં પુર આવતા વિધાર્થીઓ ભરેલી સ્કૂલ બસ અટકી હતી.સ્થાનિકો દ્વારા JCB જેવા કદાવર મશીન વડે બાળકોને પુરના પાણીમાંથી જેસીબી મશીનમાં બેસાડી બહાર લાવવામાં આવ્યા હતા.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

દ્રારકામાં પડી રહેલ વરસાદને પગલે 12 ડેમ ઓવરફલો થયા છે.ખંભાળીયા તાલુકાના જીવાદોરી સમાન ઘી ડેમ ઓવર ફ્લો થયો હતો, ત્યારબાદ લોકો આ નજારો જોવા માટે ઉમટી પડયા હતા. મહાદેવીયા ડેમ, સિંહણ ડેમ, કંડોરણા ડેમ તેમજ કલ્યાણપુર તાલુકાના શેઢા ભાડથરી, ગઢકી અને સિંધણી ડેમમાં પાણીની આવક છતા છલકાયા છે.

ભાણવડ તાલુકાના વર્તુ-2, મીણસાર, વર્તુ-1, કબરકા, સોનમતી ડેમો પણ છલકાયા હતા. પડેલા ભારે વરસાદથી કલ્યાણપુર ખંભાળીયાના તમામ ચેકડેમો તળાવો તથા ડેમો પાણીથી ભરાઇ ગયા છે. પાણીની આવક છતા ખેડૂતોને પણ સિંચાઈમાં રાહતરૂપ થશે.