શેરબજારમાં તોફાની શરૂઆત બાદ અચાનક મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી ફરી કડડભૂસ
March 03, 2025

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજાર વોલેટાઈલ બન્યા છે. ફેબ્રુઆરીમાં મોટો કડાકો નોંધાયા બાદ માર્ચની શરૂઆત પોઝિટિવ નોટ સાથે કરી હતી.
જો કે, થોડી જ ક્ષણોમાં માર્કેટ કડડભૂસ થયા હતાં. રોકાણકારોને વધુ 3 લાખ કરોડનું નુકસાન થયુ હતું. શેરબજારમાં કડાકાના પગલે સૌથી વધુ નુકસાન સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું છે. આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ વધુ 1000 પોઈન્ટ તૂટ્યો છે.
સેન્સેક્સ ઉછાળા સાથે ખૂલ્યા બાદ 451.62 પોઈન્ટ સુધર્યો હતો. જો કે, બાદમાં 401.06 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. 10.40 વાગ્યે સેન્સેક્સ 198 પોઈન્ટના કડાકે 73000.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
નિફ્ટીએ 22150નું સપોર્ટ લેવલ તોડ્યું છે. આજે તે 22012.25 થયો હતો. જેથી નિફ્ટી50 જો 22000નું લેવલ તોડશે તો મંદીનુ જોર વધવાની ભીતિ રોકાણકારોમાં જોવા મળી છે. પીએસયુ શેરોમાં પણ વેચવાલીના પગલે માર્કેટ કેપ 15 માસના તળિયે પહોંચી છે.
સ્થાનિક સ્તરે જીડીપીના મજબૂત ડેટા, તેમજ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો આર્થિક ગ્રોથ વેગવાન રહેવાની સંભાવનાઓને પગલે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, એફઆઈઆઈનું વેચાણ પ્રેશર, તેમજ ટેરિફ વોર, જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસે માર્કેટ પર પ્રેશર બનાવ્યું છે. અમેરિકાની ચીન પર 10 ટકા ટેરિફ લાદવાની નીતિ આ સપ્તાહે લાગુ થવાની છે. સામે ચીને પણ કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ લાદવાની તૈયારી દર્શાવી છે.
બીજી તરફ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેન શાંતિ કરાર કરવા તૈયાર ન હોવાની અટકળોએ જિઓ પોલિટિકલ ક્રાઈસિસ વધી છે.
શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સેન્સેક્સ ખાતે પણ ઈન્ફોસિસ 1.56 ટકા, ટેક્.મહિન્દ્રા 0.50 ટકા, એચસીએલ ટેક 0.36 ટકા, ટીસીએસ 0.42 ટકા, ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. વિપ્રોનો શેર પણ 2.32 ટકા ઉછાળ્યો છે.
Related Articles
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, MCX સોનામાં રૂ. 800નો કડાકો, ચાંદી પણ નરમ
ભારત-પાકિસ્તાન તંગદિલી વચ્ચે સોના-ચાંદીન...
May 07, 2025
સેન્સેક્સમાં 707 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી ત્રણ મહિના બાદ 24000 ક્રોસ, 265 શેરમાં અપર સર્કિટ
સેન્સેક્સમાં 707 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી...
Apr 21, 2025
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક્સ 1100 પોઈન્ટ ઉછળી 78000 ક્રોસ, બેન્કેક્સ ઓલટાઈમ હાઈ
શેરબજારમાં સળંગ ચોથા દિવસે તેજી, સેન્સેક...
Apr 17, 2025
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો
ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ...
Apr 15, 2025
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 400 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી 22400 અંદર, IT શેર્સ કડડભૂસ
શેરબજારમાં ઉથલ-પાથલ વધી, સેન્સેક્સમાં 40...
Apr 09, 2025
Trending NEWS

07 May, 2025