સની કૌશલે શર્વરી વાઘ સાથે ડેટિંગની અફવા નકારી

August 10, 2024

મુંબઇ : સની કૌશલ અને શર્વરી વાઘ ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ઘણા સમયથી ચાલી રહી છે. હવે સની કૌશલે આ વાતને અફવામાં ખપાવી છે. તેના દાવા અનુસાર તે અને શર્વરી માત્ર સારાં મિત્રો જ છે.  વિકી કૌશલના ભાઈ સની કૌશલ અને શર્વરી વાઘે 'ધી ફોરગોટન આર્મી' વેબ સીરિઝમાં સાથે કામ કર્યું હતું. આ વેબ સીરિઝથી જ તેઓ લાઈમલાઈટમાં આવ્યાં હતાં અને ત્યાંથી જ તેમનું ડેટિંગ શરુ થયું હોવાનું કહેવાય છે.  એ પછી શર્વરી અને સની અનેક ઈવેન્ટસમાં પણ સાથે સાથે જોવા મળ્યાં છે. શર્વરી કૈટરિના કેફની દેરાણી બનશે એ લગભગ નક્કી મનાતું હતું.  જોકે, હવે સની કૌશલના દાવા અનુસાર આ બધી અફવા છે. તેણે તેના માતાપિતાને પણ આવી અફવાઓ પર ધ્યાન નહિ આપવા જણાવી દીધું છે.