જાણીતા અભિનેતાનું દર્દ છલકાયું, કહ્યું - પ્રોડ્યુસર્સથી કામ માગુ તો જવાબ જ નથી આપતા

August 12, 2024

બોલીવુડના જાણીતા અભિનેતા જ્હોન અબ્રાહમ બે દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. પરંતુ આજે પણ ફિલ્મ પ્રોડ્યુસર્સને જ્હોન પર પૂરો ભરોસો કરતા નથી. 'બાટલા હાઉસ' અને 'મદ્રાસ કેફે' જેવી દમદાર ફિલ્મો કરવા છતાં, જ્હોન કહે છે કે તેણે પ્રોડ્યુસર્સને મનાવવા પડે છે.  ફિલ્મ સ્ટુડિયોના માલિકો તેની ફિલ્મને સપોર્ટ કરે તે માટે ખુબ જ પ્રયતનો કરવા પડે છે. જ્હોને એક પોડકાસ્ટમાં આ અંગે વધારે જણાવ્યું હતું. જ્હોને કહ્યું- હું આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફંડિંગ અને બજેટને લઈને સંઘર્ષ કરી રહ્યો છું. 'મેં 'વિકી ડોનર' જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. ઇન્ડસ્ટ્રીને સારી ફિલ્મો આપવા છતાં, ફિલ્મ સ્ટુડિયોના માલિકને મારી ફિલ્મ માટે ફંડ આપવા માટે મનાવવા પડે છે. આ સમગ્ર પ્રક્રિયાને સમજવી પડશે, કારણ કે મારી દરેક ફિલ્મ અલગ હોય છે. આજે પણ આ લોકોને મારામાં 100 ટકા વિશ્વાસ નથી. તેઓ મને કહે છે કે મારી ફિલ્મનું બજેટ ઘણું વધારે હોય છે. સ્ટુડિયોના માલિકો મને જવાબ જ આપતા નથી. કારણ કે હું વોટ્સઅપ વાપરતો નથી. તેથી જો હું કોઈને મેસેજ કરું તો મને કોઈ સામે જવાબ આપતા નથી. ઘણો સમય જતો રહે છે છતાં કોઈ જવાબ આવતો નથી.' 'મેં એક સ્ટુડિયોના માલિકને મેસેજ કર્યો હતો અને સામે તેણે લખ્યું હતું કે તે મને જવાબ આપશે, પરંતુ આજે તે વાત ને સાડા ચાર મહિના થઇ ગયા છે. હજુ સુધી તેમનો જવાબ આપ્યો નથી. હું તેમની પાસેથી એક જવાબની આશા તો રાખી જ શકું? પરંતુ મને લાગે છે કે જો લોકો મારા ઉપર થોડો વિશ્વાસ રાખશે તો હું ભારતીય સિનેમામાં બદલાવ લાવવામાં જરૂર મદદ કરીશ, હું એવું નથી કહી રહ્યો કે હું પૂરી ગેમને બદલાવી દઈશ, કે હું કોઈ ચેન્જર છું, પરંતુ હું ચોક્કસ પ્રયાસ કરી શકું છું.'