Breaking News :
ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં જુલાઈમાં ફુગાવો 2.9% પર પહોંચ્યો, વ્યાજદર વધારવા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મૂંઝવણ 26/11 કેસમાં હાફિઝ સઈદ-લખવી સહિત 6 સામે ગેરહાજરીમાં ટ્રાયલની પ્રક્રિયા શરૂ, ભારતે કહ્યું- આતંકવાદ સામે જરૂરી પગલાં લઈશું ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ તમામ વેપાર સ્થગિત કર્યો, 10 મિનિટમાં ચેતવણી હટાવી મોસ્કો પર યુક્રેનના 600થી વધુ ડ્રોનનો હુમલો, રહેણાંક ઈમારતોને નુકસાન, બાળકી સહિત 3 લોકો ઘાયલ મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં 30થી વધુના મોત, અનેક લોકો ફસાયા ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ

સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો

April 23, 2025

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને EDએ સમન પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે.  પ્રાથમિક જાણકારી અનુસાર મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની માટે વિજ્ઞાપનમાં કામ પણ કર્યું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ કંપનીઓએ મહેશ બાબુને બેન્ક ખાતા સિવાય રોકડા રૂપિયા પણ આપ્યા હતા.  આરોપ છે કે કંપનીઓએ મહેશ બાબુને અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. એવામાં EDના અધિકારીઓને આશંકા છે કે રિયલ એસ્ટેટ કંપનીએ કરેલી છેતરપિંડી અને આ રોકડ રકમનું કનેક્શન હોઈ શકે છે.  સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ આ કેસમાં EDએ બંને રિયલ એસ્ટેટ કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડયા હતા. જુબલી હિલ્સ, બોવેનપલ્લી, સિકંદરાબદમાં પણ દરોડા પડ્યા હતા. સાઈ સૂર્યા ડેવલપર્સનો માલિક સતીશ ચંદ્ર ગુપ્તા પર ગ્રીન મિડોઝ નામના પ્રોજેક્ટમાં ચૂક થવાનો આરોપ છે જેમાં મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હતો.