26/11 હુમલાના આરોપી તહવ્વુર રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ, વિશેષ વિમાનમાં ભારત રવાના

April 09, 2025

26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણાને ગુરૂવારે (10 એપ્રિલ) પ્રત્યાર્પણ કરવામાં આવશે. રાણાએ પ્રત્યર્પણ પહેલાં ભારતની અનેક એજન્સીઓની ટીમ હાલ અમેરિકામાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલ આરોપી રાણા સાથે ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેટિવ અધિકારીની વિશેષ ટીમ હશે. રાણાના પ્રત્યર્પણની તમામ કાયદાકીય કાર્યવાહી પૂરી કરી લેવાઈ છે અને વિશેષ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગયા છે. અમેરિકન કોર્ટના નિર્દેશ મુજબ, તહવ્વુર રાણા માટે દિલ્હી અને મુંબઈની જેલોમાં ગોપનીય રૂપે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારત લાવ્યા બાદ રાણાને શરૂઆથના થોડા અઠવાડિયા સુધી NIA (National Investigation Agency) ની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. આ આખુય ઓપરેશન NSA અજીત ડોભાલ, NIA અને ગૃહ મંત્રાલયના અમુક ટોચના અધિકારીઓની દેખરેખમાં થશે. આ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાની અરજીને ફગાવી દીધી છે જેમાં તેના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. 26/11 મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. અરજીમાં તહવ્વુર રાણાએ કહ્યું હતું કે, જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી નહીં શકું.