રાજકોટના ડેડરવામાં હડકાયા શ્વાનનો આતંક, 15થી વધુ લોકોને બચકા ભર્યા
October 12, 2025
રાજકોટ : જેતપુર તાલુકાના ડેડરવા ગામમાં છેલ્લા કેટલાક સમયથી હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનામાં એક જ હડકાયા શ્વાને એક જ દિવસમાં બાળકો સહિત 15થી વધુ લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવના કારણે સ્થાનિકોમાં ભારે દહેશત ફેલાઈ છે અને તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ડેડરવા ગામમાં એક શ્વાન હડકાયું થતાં તેણે આતંક મચાવ્યો હતો. હડકાયા બનેલા આ શ્વાને રસ્તા પર જઈ રહેલા બાળકો અને વડીલો સહિત 15થી વધુ લોકોને નિશાન બનાવીને બચકાં ભર્યા હતા.આ ઘટના બાદ ઈજાગ્રસ્ત બનેલા તમામ ગ્રામજનોને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ ઈજાગ્રસ્તો ત્યાં એન્ટી-રેબીઝની સારવાર આપવામાં આવી છે. આ ઘટનાને પગલે ગ્રામજનો એટલા ડરી ગયા છે કે, તેઓ હાલ ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે.
ગામમાં ફેલાયેલા આતંક વચ્ચે સ્થાનિક લોકોએ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનો સ્પષ્ટ આરોપ છે કે, ગામમાં શ્વાનનો ત્રાસ વધી રહ્યો હોવા અંગે ગ્રામ પંચાયતને અગાઉ પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં, શ્વાનને પકડવા કે તેનું રસીકરણ કરવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026