યુદ્ધથી ‘3F’નું સંકટ, PM મોદીએ G20 સમિટમાં વિશ્વને ચેતવ્યા

November 19, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું કે અન્ય દેશોના યુદ્ધો ગ્લોબલ સાઉથ પર અસર કરી રહ્યા છે, તેથી સૌપ્રથમ ગ્લોબલ સાઉથના મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. આ ઉપરાંત, G-20 સમિટના પ્રથમ દિવસે તેમના સંબોધનમાં, પીએમ મોદીએ ભારત ખાતે યોજાયેલ G-20 સમિટમાં લેવાયેલ નિર્ણયને આગળ વધારવા માટે બ્રાઝિલના રાષ્ટ્રપતિની પ્રશંસા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં G20 સમિટના મંચ પરથી વિશ્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે જોખમ વિશે ચેતવણી આપી છે. પોતાની ચિંતા વ્યક્ત કરતા પીએમ મોદીએ 3F કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે ગ્લોબલ સાઉથના દેશો વૈશ્વિક સંઘર્ષને કારણે ફૂડ, ફ્યુલ અને ફર્ટીલાઈઝર્સના સંકટથી સૌથી વધુ પ્રભાવિત છે અને G-20માં આ વિષયને લઈને વિચાર કરવો જોઈએ. ગ્લોબલ સાઉથમાં ભારત, ચીન, બ્રાઝિલ અને સાઉદી અને કતાર જેવા દેશોનો સમાવેશ થાય છે.