રામ મંદિર માટે 5500 કિલોનો ધ્વજ સ્તંભ અમદાવાદમાં તૈયાર થયો

December 05, 2023

દેશના સૌથી વિશાળ એવા રામ મંદિરના તૈયાર થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે તેના ઉદ્ઘાટનમાં ગણતરીના દિવસો બાકી છે. જેના માટે દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં રામ મંદિર માટે 7 ધ્વજ સ્તંભોને તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાંચ હજાર કિલોથી પર વધુ વજન ધરાવતો પિત્તળનો વિશેષ ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે. જેની લંબાઈ 44 ફૂટ જેટલી વિશાળ છે અને તેનો વ્યાસ 9 ઈંચ જેટલો છે.

છેલ્લા છ મહિનાથી, અમદાવાદમાં અંબિકા એન્જિનિયરિંગ વર્ક્સ રામ મંદિર માટે મુખ્ય ધ્વજ પોલના નિર્માણમાં સામેલ છે. કંપનીના એમડી ભરત મેવાડાએ કહ્યું, અયોધ્યામાં રામ મંદિર માટે ધ્વજ સ્તંભ બનાવવાનું કામ અમને સોંપવામાં આવ્યું છે. કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક મુખ્ય ધ્વજસ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભો છે, જેનું વજન 5,500 કિલો છે. ધ્વજ સ્તંભ પિત્તળમાંથી બનાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદના અંબિકા એન્જીનીયરીંગ વર્કસ કંપનીને ધ્વજ પોલ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એક મુખ્ય ધ્વજ સ્તંભ સહિત સાત ધ્વજ સ્તંભોનું વજન અંદાજે 5,500 કિલોગ્રામ છે. જે ખાસ ધાતુમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. શાસ્ત્રોના હિસાબે આ સમગ્ર ધ્વજ દંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે કંપનીને ખાસ જવાબદારી આપવામાં આવી છે.