તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ

November 27, 2024

ગાંધીનગર : ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું માહિતી મળી છે. 
ભાજપના કમલમ ખાતે નવા સંગઠનને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલી દિલ્હીના ભાજપના નેતા પણ જોડાયા હતા. બેઠકમાં તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી. આ ઉપરાંત, 30 નવેમ્બર સુધી કમિટી બનાવવા અને આગામી દિવસોમાં મંડળની રચના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.