ઉત્તરપ્રદેશના બહરાઇચમાં થયેલી હિંસામાં બે આરોપીઓનું એન્કાઉન્ટર

October 17, 2024

ઉત્તરપ્રદેશના બહરાઇચમાં થયેલી હિંસામાં જે બે આરોપીઓનું એન્કાઉન્ટર થયું છે, તેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ પોલીસની સામે પોતાની ભૂલ માની રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે ક્યારે તેઓ ગુનો નહીં કરે. માહિતી અનુસાર, આરોપી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. જે આરોપીઓનું એન્કાઉન્ટર થયું તેના નામ સરફરાજ ઉર્ફ રિંકૂ અને મોહમ્મદ તાલીમ ઉર્ફ સબલૂ છે. ત્યારે એન્કાઉન્ટર બાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે આરોપીઓને પોલીસ ગાડીમાં બેસાડવા માટે લઈ જઈ રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ બંને આરોપીઓના ખભા પર લટકાવીને ગાડીમાં બેસાડતા દેખાઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસ કર્મચારી કહી રહ્યા છે કે, 'તમારે ભાગવું નહોતું, ખોટું કામ કરી રહ્યા છો તમે, અમારા પર ફાયરિંગ પણ કરી રહ્યા છો.' જેના પર આરોપી કહી રહ્યા છે કે, અમારી ભૂલ થઈ ગઈ, હવે અમે બીજી વખત ક્યારે આવું નહીં કરીએ. અમને લાગ્યું હતું કે અમે ભાગી જઈએ પરંતુ ભૂલ થઈ ગઈ. તેના પર એક પોલીસ કર્મચારીએ કહ્યું કે, 'તમે પહેલા જ એક ગુનો કરી ચૂક્યા હતા અને ફરી ભૂલ કરી રહ્યા હતા.' તો આરોપીએ કહ્યું, 'સાહેબ હવે ક્યારે ભૂલ નહીં કરીએ.'