કેનેડાથી કાઠમંડુ પહોંચ્યો હતો વડોદરાનો પરિવાર પણ પરમિટ ન મળતાં ત્યાં જ અટવાઈ ગયો
August 27, 2026
કૈલાસ માનસરોવરની યાત્રા માટે ચાઈના સરકારે આ વર્ષે જે NRI ગુજરાતી પરિવારોને વિઝા આપ્યા હતા, તેમાંથી કેટલાક પરિવારો યાત્રાએ જવા રવાના થયા હતા. જેમાં વડોદરાના ભીખાભાઈ પટેલ, મધુભાઈ પટેલ, મીમીષાબેન પટેલ અને કલ્પનાબેન પટેલ નામના ચાર યાત્રિકો કેનેડાથી વિમાન માર્ગે સીધા કાઠમંડુ પહોંચ્યા હતા. આ યાત્રિકો કેરૂમ બોર્ડર થઈ આગળ વધવાના હતા, પરંતુ ચાઈના સરકાર તરફથી પરમિટ (મંજૂરી) ન મળવાને કારણે તેમને કાઠમંડુમાં જ રોકાઈ જવાની ફરજ પડી હતી. ચાઈના સરકાર મંજૂરી આપશે તેવી આશા સાથે ત્યાં અટવાયેલા આ તમામ યાત્રિકો કાઠમંડુમાં સલામત છે, પરંતુ નેટવર્કની ભારે મુશ્કેલીના કારણે હાલ તેમનો સંપર્ક થઈ શકતો નથી.
કેરૂમ નજીક સર્જાયેલી આ ભયાનક જળ હોનારત બાદ વર્ષ 1996માં બનેલી આવી જ એક ઘટના તાજી થઈ છે. રાજકોટના યાત્રિક અને આયોજક ડૉ. યશવંત ગોસ્વામીએ એ સમયનો કિસ્સો યાદ કરતા જણાવ્યું હતું કે, 'તે સમયે મને સરકારી પરમિટ મળી ગઈ હતી અને હું યાત્રાએ જવાનો જ હતો. પરંતુ તે જ સમયે ગુજરાત સરકારે મને અમરનાથ યાત્રિકોના સંયોજક તરીકેની જવાબદારી સોંપતા મારે કૈલાસ માનસરોવર જવાનું મુલત્વી રાખવું પડ્યું હતું. આ અણધાર્યા નિર્ણયના કારણે હું તે સમયે સર્જાયેલી મોટી હોનારતમાંથી બચી ગયો હતો.'
આ વખતની યાત્રામાં ગુજરાતમાંથી પણ અનેક શ્રદ્ધાળુઓ કૈલાસ માનસરોવર માટે રવાના થયા છે. કેરૂમ બોર્ડર નજીક વાદળ ફાટવાને લીધે થયેલા જળપ્રલય અને પૂરની દુર્ઘટનાના સમાચાર વાઇરલ થતાં જ ગુજરાત સ્થિત તમામ યાત્રિકોના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફાળ પડી છે.
Related Articles
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરેન્ટોમાં RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદને ચર્ચા જગાવી
'હિન્દુ જાગશે તો જ દુનિયા જાગશે...' ટોરે...
Aug 31, 2026
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું
ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું ના...
Aug 29, 2026
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્ક પરમિટ માટે હવે મળશે 90 દિવસ
કેનેડામાં ભારતીય યુવાનોને મોટી રાહત: વર્...
Aug 29, 2026
કેનેડા પર ટેરિફ એ અમારા પર આર્થિક હુમલો છે, હવે પાછા નહીં પડીએ ઃ કાર્નીનો હુંકાર
કેનેડા પર ટેરિફ એ અમારા પર આર્થિક હુમલો...
Aug 23, 2026
Trending NEWS
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026
15 September, 2026