અમદાવાદના ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 300ની લાંચ લેતા ઝડપાયો

July 24, 2024

એસીબી પોતે આ ઘટનામાં ફરિયાદી બની છે અને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.એસીબીએ આજે સવારે એક નાગરિકનો સંપર્ક કર્યો અને તેના દ્રારા આખી રેડ સફળ બનાવી હતી.લાંચના છટકા દરમિયાન આરોપીએ ડિકોયરનું વાહન નો પાર્કિંગ માં મુકેલ હોવાનું જણાવી મેમો નહીં આપવા બદલ પ્રથમ 500 રૂપિયાની લાંચની માગણી કરેલ ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા 300ની લાંચની માગણી કરી રોકડ રકમ સ્વીકારી હતી અને એસીબીએ તે બાબતને લઈ ટ્રેપ કરી હતી.

સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અશોક પટણી ઈ ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે અને તેનો પોઈન્ટ કાલુપુર રેલવે સ્ટેશન પાસે મૂકવામાં આવ્યો હતો તો ટ્રાફિક ભંગ અને નો પાર્કિંગમાં વાહન મૂકવાને લઈ આ કોન્સ્ટેબલ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો,ટ્રાફિકનો મેમો ભરવાનો નહી અને સીધા રૂપિયા કોન્સ્ટેબલના ગજવામાં જતા હતા.