રાજસ્થાનનો છેલ્લા બોલે વિજય, 4 વર્ષ પછી પોતાના જ રેકોર્ડની બરાબરી કરી, બટલર-નરૈન છવાયા

April 17, 2024

IPL મેચ 27 સપ્ટેમ્બર 2020 ના રોજ શારજાહમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પ્રથમ રમતા પંજાબ કિંગ્સે 223/2નો સ્કોર બનાવ્યો હતો. જ્યારે રાજસ્થાન રોયલ્સે રન ચેઝ માટે આપેલા 224 રનના જવાબમાં 226 રન બનાવ્યા હતા. લગભગ 4 વર્ષ પછી, 16 એપ્રિલે, રાજસ્થાને ફરી એકવાર પોતાના રેકોર્ડની બરાબરી કરી, જ્યારે તેણે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આપેલા 224 રનના લક્ષ્યનો પીછો કર્યો અને 2 વિકેટે જીત મેળવી હતી.  આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી સુનીલ નરેને 56 બોલમાં 109 રન ફટકાર્યા હતા. રાજસ્થાન માટે જોસ બટલરે60 બોલમાં 107 રન બનાવ્યા હતા.જે 'પ્લેયર ઓફ ધ મેચ' રહ્યો હતો. જોસે છેલ્લા બોલ પર રાજસ્થાન રોયલ્સને જીત અપાવી હતી.IPLમાં વિરાટ કોહલીના નામે સૌથી વધુ 8 સદી છે. જ્યારે ટી20માં જોસ બટલરે પોતાની ટીમને મેચ જીતાડવામાં મદદ કરતા કુલ 8 સદી ફટકારી છે.સુનીલ નારાયણે આ મેચમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો છે, સુનીલ નારાયણ આઈપીએલના ઈતિહાસમાં સદી ફટકારનાર અને પાંચ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સિવાય રોયલ્સ સામે નરેને 109 રન બનાવ્યા, જે તેની પ્રથમ T20 સદી હતી, જ્યારે T20માં તેની માત્ર પાંચ વિકેટ પણ 2012 IPLમાં પંજાબ સામે આવી હતી, જ્યારે તેણે 19 રનમાં 5 વિકેટ લીધી હતી. IPL મેચમાં સદી અને 2 વિકેટ લેનારો નારાયણ ત્રીજો ખેલાડી બન્યો. આ પહેલા ક્રિસ ગેલે બે વખત આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે શેન વોટસને 2015માં KKR સામે આ કારનામું કર્યું હતું.