Breaking News :
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ બહુમતી છતાં મહારાષ્ટ્રમાં NDAમાં આંતરિક વિખવાદ? કેબિનેટમાં શિંદેની ગેરહાજરીથી ફરી રાજકારણ ગરમાયું '124 વર્ષની મહિલા ફર્સ્ટ ટાઈમ વોટર', કોણ છે મિંતા દેવી જેમની તસવીરવાળી ટીશર્ટ પહેરી વિપક્ષે કર્યો વિરોધ 'અબોલ પશુઓને આ રીતે હટાવવા ક્રૂરતા', રખડતાં કૂતરા અંગે SCના આદેશનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ કેશ કાંડ મામલે એક્શન મોડમાં સંસદ, યશવંત વર્મા વિરુદ્ધ તપાસ માટે કમિટીની રચના 'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન માટે હવે નેધરલેન્ડ આગળ આવ્યું, અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદશે

August 06, 2025

છેલ્લા ત્રણ વર્ષથી રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેન માટે હવે નેધરલેન્ડ આગળ આવ્યું છે. આ યુદ્ધમાં યુક્રેનને હથિયારોથી ટેકો આપવા માટે નેધરલેન્ડ સરકાર તરફથી મોટી મદદની જાહેરાત કરવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ આ માથાકૂટમાં પ્રથમ વાર એવું બન્યું છે કે કોઈ દેશ યુક્રેનની મદદ માટે શસ્ત્રો ખરીદીને તેને મોકલી રહ્યો હોય.

આ દેશ એટલે અન્ય કોઈ નહીં પણ નેધરલેન્ડ છે જેણે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ ભીષણ યુદ્ધમાં યુક્રેનનો સાથ આપવાનું નક્કી કર્યું છે.  નેધરલેન્ડ સરકારે નક્કી કર્યું છે કે અમેરિકાના લશ્કરી વિભાગ પાસેથી લશ્કરી સાધનો અને હથિયારો ખરીદવા માટે 500 મિલિયન યુરો એટલે કે 578 મિલિયન ડોલરનું યોગદાન આપશે.

યુક્રેનને રશિયા સામે યુદ્ધમાં મદદ કરવા માટે નેધરલેન્ડ તરફથી કરવામાં આવેલી આ જાહેરાત પાછળ નાટોનું પણ એક પીઠબળ રહેલું છે. મળતી માહિતી મુજબ નેધરલેન્ડ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આ મદદ તાજેતરમાં નાટો દ્વારા શરૂ કરાયેલી નવી યોજના હેઠળનો એક ભાગ છે. આ નવી યોજનાને PURL નામ આપવામાં આવ્યું છે જેનું પૂરું નામ NATO Prioritized Ukraine Requirements List છે.