Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

સ્મૃતિ મંધાના બની દુનિયાની નંબર વન બેટ્સમેન, 6 વર્ષ બાદ વનડેમાં ફરી ટોચના સ્થાને પહોંચી

June 18, 2025

ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના વનડે ક્રિકેટમાં દુનિયાના નંબર વન બેટર બની ગઈ છે. મંધાનાએ છ વર્ષ બાદ ખોવાયેલું તાજ પરત મેળવ્યું છે. ભારતની વાઇસ કેપ્ટન મંધાના પહેલીવાર ટોચના સ્થાને પહોંચી છે. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે તાજેતરની અપડેટ રેન્કિંગમાં 19 રેટિંગ પોઇન્ટ્સ ગુમાવ્યા, જેનો ફાયદો ભારતીય બેટર સ્મૃતિ મંધાનાને મળ્યો અને તે ફરી એકવાર નંબર 1 પર પહોંચી ગઈ. મંધાનાના કુલ 727 રેટિંગ પોઈન્ટ છે. ત્યાર બાદ ઈંગ્લેડની કેપ્ટન નતાલી સાયવર-બ્રન્ટ 719 પોઈન્ટ્સની સાથે બીજ સ્થાન પર છે. હવે વોલ્વાર્ડ 719 પોઈન્ટ્સની સાથે ત્રીજા સ્થાન પર પહોંચી છે. મંધાના પછી આ યાદીમાં વધુ બે ભારતીય બેટર જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌર છે, જે 14માં અને 15માં સ્થાન પર છે. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આ મહિનાની અંતમાં પાંચ ટી20 અને ત્રણ વનડે મેચની સીરિઝ રમાશે. હાલના દિવસોમાં સ્મૃતિ મંધાના વનડે બેટરની યાદીમાં ટોપ 10માં રહી હતી, પણ રાઇટહેન્ડ બેટર 2019ની શરૂઆતથી ટોચના સ્થાન પર નથી પહોંચી શકી. જોકે સ્મૃતિ હાલમાં ખૂબજ સારા ફૉર્મમાં રમી રહી છે અને તેના પરિણામે તેને તેની રેન્કિંગમાં સુધારો કરવામાં મદદ મળી. મંધાના T20 ઇન્ટરનૅશનલ બેટ્સવુમનની યાદીમાં પણ ચોથા સ્થાને છે. વર્ષ 2013માં બાંગ્લાદેશની સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મંધાનાએ ભારત માટે 102 વનડે મેચ રમી છે. જેમાં તેના નામે 46.59ની એવરેજ અને 87.79ની સ્ટ્રાઈક રેટથી 4473 રન છે. તેના નામે 11 સેન્ચૂરી અને 31 હાફ સેન્ચૂરી છે. તેણે છેલ્લી વનડે આ વર્ષે મે મહિનામાં શ્રીલંકા સામે રમી હતી. આ સમયે તે ઈંગ્લેડ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે.