અમેરિકામાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે વિમાન તુટી પડ્યું, બે લોકોનાં મોત

February 10, 2024

અમેરિકામાં એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું જેમાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ ફલોરિડાની છે. જ્યાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક નાનું વિમાન તૂટી પડયું હતું. મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે કોલિયર કાઉન્ટીના પાઈન રિઝ રોડ પાસે વિમાન એક કાર સાથે અથડાઈ ગયું હતું.

આ હાઈવે ફોર્ટ લોડર ડેલ તરફ જઈ રહ્યો છે. આ અકસ્માતને લીધે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થય હતો.