રાજ્યમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોને પડતા પર પાટુ

November 27, 2023

સમગ્ર રાજ્યમાં જયારે માવઠું થયું છે તેને લઈને ખેડૂતોને પડતા પર પાટુ પડી રહ્યું છે. ત્યારે જિલ્લાના ખેડૂતોએ અત્યારે શિયાળુ પાકની વાવણી કરી છે. જેમાં માવઠુ થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વરસાદથી ખેડૂતોનો ઉભો પાક પડી ગયો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતો પરેશાન છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે.

કમોસમી વરસાદથી નુકસાનની સહાય માટે MLAની માંગ છે. તેમાં ધ્રાંગધ્રાના MLA પ્રકાશ વરમોરાએ સરકારમાં રજૂઆત કરી છે. પોતાના વિસ્તારમાં બાગાયત ખેતીમાં નુકસાનની રજૂઆત કરાઇ છે. અધિકારીઓને નુકસાનીનો સરવે કરી આંકડા આપવા જણાવ્યું છે. ક્યા પાકમાં કેટલું નુકસાન તેની વિગતો MLA સરકારને આપશે.

કમોસમી વરસાદે પાલનપુરમાં તારાજી સર્જી છે. મલાણા ગામેથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં મલાણા ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. તથા વરિયાળી અને એરંડાના પાકને વ્યાપક નુકશાન થયુ છે.