શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23000 ક્રોસ
March 20, 2025
વૈશ્વિક સ્તરે આર્થિક ગતિવિધિઓમાં સુધારાના અહેવાલોના પગલે ભારતીય શેરબજાર સળંગ ચોથા દિવસે સુધર્યા છે. ફેડ રિઝર્વે પણ વ્યાજના દરો જાળવી રાખતાં આગામી સમયમાં બે વખત રેટ કટ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેના પગલે સેન્સેક્સ આજે 450થી વધુ પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 564.77 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. આ સાથે સેન્સેક્સે 18 ટ્રેડિંગ સેશનના લાંબા સમય બાદ 76013.82નું લેવલ ક્રોસ કર્યું છે.
નિફ્ટી પણ 23000નું લેવલ ક્રોસ કરી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. 10.28 વાગ્યે 132.55 પોઈન્ટના ઉછાળે 23040.15 પર કારોબાર થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે આજે 38 શેર ગ્રીન ઝોનમાં અને 12 શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં. બેન્ક નિફ્ટી પણ 177.70 પોઈન્ટના ઉછાળે ટ્રેડેડ હતું.
અમેરિકાની ફેડ રિઝર્વે ગઈકાલે વ્યાજના દરો જાળવી રાખતાં વર્ષ 2025માં બે વખત વ્યાજના દરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા છે. જો કે, તે હજી આર્થિક સ્થિરતા અને ફુગાવાના જોખમનુ આંકલન કાઢવા માગે છે. ત્યારબાદ રેટ કટ કરશે. ફેડ રિઝર્વના આ નિવેદન સાથે અમેરિકી શેરબજારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ડાઉ જોન્સ 383.32 પોઈન્ટ અને નાસડેક 246.67 પોઈન્ટ ઉછળ્યો હતો. ચીને પણ વ્યાજ દર યથાવત રાખતાં એશિયન બજારોમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનથી અફરાતફરીનો માહોલ જોવા મળેલા આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે સુધર્યા છે. બંને ઈન્ડેક્સ 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઉછાળા પાછળનું કારણ વ્હાઈટ હાઉસ તરફથી રેસિપ્રોકલ ટેરિફ મુદ્દે આપવામાં આવેલી સ્પષ્ટતા છે. ટ્રમ્પે કહ્યું છે કે, જે દેશો ટેરિફ મુદ્દે વાટાઘાટ કરવા માગતા હોય અને ટેરિફ ઘટાડવા માટે તૈયાર હોય તેમના પર રેસિપ્રોકલ ટેરિફ લાદીશું નહીં. તેમજ હજુ સુધી આ ડ્યુટી કેવી રીતે અમલમાં મૂકવી તેની સ્પષ્ટતા થઈ નથી. જેથી ટ્રમ્પે અગાઉ કેનેડા, મેક્સિકો પર ટેરિફ નીતિ લાગુ કરવામાં જેમ વિલંબ દર્શાવ્યો છે, તેવો વિલંબ રેસિપ્રોકલ ટેરિફના અમલીકરણમાં થઈ શકે છે.
Related Articles
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક
ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડા...
Jul 08, 2026
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સમાં 1800 તો નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો
ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં ભૂકંપ,...
Jul 08, 2026
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1000 થી વધુનો કડાકો, વાયદા બજારમાં ભૂકંપ
ચાંદીમાં એકઝાટકે રૂ.5500 તો સોનામાં રૂ.1...
Jul 01, 2026
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો...
Jun 27, 2026
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500 રૂપિયા તો ચાંદી 10,500થી વધુ સસ્તી થઈ
ગોલ્ડ-સિલ્વર માર્કેટ ક્રેશ, સોનું 2,500...
Jun 23, 2026
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિયો 95 નીચે
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદ...
Jun 22, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026