Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

આજે IPL 2025નો ફાઈનલ મુકાબલો: આંકડાઓથી સમજો RCB કે પંજાબ કિંગ્સમાં કોનું પલડું ભારે

June 03, 2025

આજે IPL 2025ની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા ક્યારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. RCBએ ક્વૉલિફાયર મુકાબલામાં PBKSને મ્હાત આપી હતી. PBKSએ બીજી ક્વૉલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે સવાલ એ થાય છે કે આ બંનેમાંથી મજબૂત ટીમ કઈ? આંકડાઓમાં જુઓ કોનું પલડું ભારે....  IPLના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ 36 વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ 18-18 મેચો જીતી છે જોકે આ વર્ષના આંકડા જોઈએ તો RCBનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમાં RCBની જીત થઈ.  નોંધનીય છે કે RCBના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે IPL પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂક્યો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતૃત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.