અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત્રી રહમાન હક્કાની સહિત 12ના મોત
December 11, 2024
કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ બોડીગાર્ડસ સહિત 12 લોકોના મોત થઈ ગયા છે. એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોસ્તથી આવેલા લોકોના ગ્રૂપની યજમાની કરી રહ્યા હતા.
તાલિબાન સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ બ્લાસ્ટ કઈ રીતે થયો અને તેને કોણે અંજામ આપ્યો તે અંગે વધુ માહિતી સામે નથી આવી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.
ખલીલ રહેમાન હક્કાની તાલિબાનના આંતરિક મંત્રી સિરાજુદ્દીન હક્કાનીના કાકા હતા, તેમને ઓગસ્ટ 2021માં જૂથની સત્તા પર વાપસી બાદ શરણાર્થીઓના કાર્યવાહક મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ હુમલો ટાર્ગેટેડ હુમલો હોઈ શકે છે, જો કે હજુ સુધી આ મામલે કોઈ સંગઠનની સંડોવણી સામે નથી આવી.
Related Articles
બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશાન બનાવાયા, 17 લોકોના મકાનોને આગ ચાંપી દેવાઈ
બાંગ્લાદેશમાં ક્રિસમસ પર ખ્રિસ્તીઓને નિશ...
અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમિકા પર ઊઠ્યાં સવાલ, ED એક્ટિવ
અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કો...
Dec 25, 2024
અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્યો...' રશિયા સામેના યુદ્ધ વચ્ચે ઝેલેન્સકીનો દાવો
અમે કિમ જોંગના 3000 સૈનિકોનો ખાત્મો કર્ય...
Dec 25, 2024
કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે ક્રેશ થતાં અગનગોળો બન્યું વિમાન, 100નાં મોતની આશંકા
કઝાકિસ્તાનમાં કરુણાંતિકા, લેન્ડિંગ વખતે...
Dec 25, 2024
ટેકનિકલ સમસ્યાને કારણે અમેરિકન એરલાઈન્સે તમામ ફ્લાઈટ્સ રદ કરી
ટેકનિકલ સમસ્યાને કારણે અમેરિકન એરલાઈન્સે...
Dec 25, 2024
એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી, હજારો લોકોનું સ્થળાંતર
એફિલ ટાવરમાં આગ લાગતા અફરાતફરી, હજારો લો...
Dec 25, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Dec 26, 2024