ખેડા સીરપ કાંડમાં 6નો ભોગ લેનારા બે વોન્ટેડ આરોપી ઝડપાયા

December 04, 2023

ખેડામાં સીરપ કાંડના બે વોન્ટેડ આરોપીની ધરપકડ થઇ છે. જેમાં નીતિન કોટવાની અને ભાવેશ સેવકાનીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વડોદરા પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેથી હવે સીરપ કાંડમાં નવા ખુલાસા થાય તેવી શકયતા છે.

5 પૈકી 3 આરોપીઓની ધરપકડ થઈ હતી. જેમાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં આજે નીતિન કોટવાની અને ભાવેશ સેવકાનીની ધરપકડ થઇ છે. હવે સીરપ કાંડમાં નવા ખુલાસા થાય તેવી શકયતા છે. તેમજ વડોદરા પોલીસ દ્વારા પ્રેસ કોંફરન્સ કરી જાહેરાત કરાશે. ખેડામાં નશાકારક સીરપ પીવાથી 6 લોકોના મોતના કેસ પર મુખ્ય આરોપી યોગી સિંધીની ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન શરૂ થયુ છે.

તપાસ દરમિયાન બાંધકામને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે. તેમાં લાયસન્સ પ્રમાણે ફેક્ટરીનું બાંધકામ ન હોવાનું સામે આવ્યું છે. તેમજ લાયસન્સ પ્રમાણે મશીનરી પણ ન હોવાનું ખુલ્યું છે. ફેક્ટરીમાંથી ખાલી સેનેટાઈઝરની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ડ્રગ્સ વિભાગે યોગી ફાર્મા કંપનીનું લાયસન્સ આપ્યું હતું. આલ્કોહોલના સ્ટોરેજ માટે મંજૂરી હતી કે નહીં તે તપાસનો વિષય છે.