દિલ્હીમાં પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદમાં હિંસા, બે લોકો ગંભીર રીતે ઘાયલ

August 26, 2025

દિલ્હીના સુભાષ નગર વિસ્તારમાં પાર્કિગને લઈ શરૂ થયેલો વિવાદ અચાનક હિંસામાં બદલાઈ ગયો છે. બંને પક્ષોની વચ્ચે સામાન્ય બાબતથી શરૂ થયેલી વાત એટલી વધી ગઈ કે તે પછી મારપીટ સુધી પહોંચી હતી. આ ઝઘડામાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. સીસીટીવી કેમેરાની ફૂટેજ ચકાસવામાં આવી રહી છે. જેથી સત્ય સામે લાવી શકાય. એક પોલીસ અધિકારી મુજબ 20 ઓગસ્ટની રાત્રે લગભગ 9.30 વાગ્યે આ ઘટના બની હતી. ફરિયાદી એક પ્રાઈવેટ બેન્કમાં મેનેજર છે. તે પોતાની પત્નીની સાથે આ વિસ્તારમાં રહે છે. તેમને પાડોશી વજીરસિંહને તેમને કાર હટાવવા કહ્યું, કારણ કે તે ખોટી જગ્યા પર પાર્ક કરવામાં આવી હતી. 

શરૂઆતમાં બંનેની વચ્ચે ચર્ચા થઈ પણ થોડીવાર બાદ વજીરસિંહે પોતાની ગાડી હટાવી લીધી અને મામલો ત્યાં શાંત થયો. જો કે આ વિવાદ અહીં પૂરો ના થયો પણ આરોપી વજીરસિંહનો પુત્ર જે નોઈડાની એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરે છે, જ્યારે તે કામ પરથી પરત આવ્યો તો તેને આ ઝઘડા વિશે જાણકારી મળી.