આપણે પણ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે મજબૂત બનવું પડશે : ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન
August 10, 2025

કેન્દ્રીય મંત્રીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના પર ભાર મૂક્યો
નાગપુર : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જે દેશો આજે દુનિયામાં પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે. તે આર્થિક રીતે મજબૂત હોવાથી આવું કરી શકે છે. તે દેશો પાસે ટેકનોલોજી પણ છે. જો આપણે ભારતની વિશ્વ ગુરુની છબીને આગળ ધપાવવી હોય, તો આપણે પણ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે મજબૂત બનવું પડશે.'
નાગપુરમાં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'જો આપણી નિકાસ અને અર્થતંત્ર ઝડપી દરે વૃદ્ધિ પામે છે, તો મને નથી લાગતું કે આપણે કોઈની પાસે જવાની જરૂર પડશે. જે લોકો દાદાગીરી કરી રહ્યા છે, કારણ કે,તે આર્થિક રીતે મજબૂત છે અને તેની પાસે ટેકનોલોજી છે.'
ભારતની સંસ્કૃતિ અને વિશ્વ ભાઈચારાની ભાવના પર ભાર મૂકતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે. 'આજે જો આપણે આર્થિક રીતે મજબૂત બનીશું અને ટેકનોલોજીમાં પણ આગળ વધીશું, તો પછી પણ આપણે કોઈને ધમકાવીશું નહીં કારણ કે આ આપણી સંસ્કૃતિમાં નથી. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે વિશ્વનું કલ્યાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે.'
ટેકનોલોજી અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 'આજે દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાન છે. જો આપણે આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીશું, તો આપણે ક્યારેય દુનિયા સામે જુકવું નહીં પડે. રિસર્ચ સેન્ટર, આઈઆઈટી અને એન્જિનિયરિંગ કોલેજોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું જોઈએ. બધા જિલ્લાઓ, રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ બાબતો છે. આપણે તે બધાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. જો આપણે આ રીતે સતત કામ કરીશું, તો આપણા દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ત્રણ ગણો વધી જશે.
Related Articles
મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે કરી ટેલિફોનિક વાતચીત
મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલ...
Aug 30, 2025
'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ...' પુતિનનું મોટું નિવેદન
'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રત...
Aug 30, 2025
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા, દેશની ટોચની કોર્ટમાં હવે ગુજરાતના 3 જજ
જસ્ટિસ વિપુલ પંચોલીએ સુપ્રીમ કોર્ટના જજ...
Aug 30, 2025
ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહી જતાં હેમખેમ બચ્યા, સિક્યોરિટી તણાયો
ભાજપના ધારાસભ્ય વરસાદી પાણીના વહેણમાં વહ...
Aug 30, 2025
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ વિસ્ફોટ, શરીરના ચીથરાં ઊડી ગયા, મકાન કાટમાળમાં ફેરવાયુ
કેરળમાં દેશી બોમ્બ બનાવતી વખતે જ પ્રચંડ...
Aug 30, 2025
ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પેન્શન માટે કર્યુ અપ્લાય
ફરી ચર્ચામાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધન...
Aug 30, 2025
Trending NEWS

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

30 August, 2025

29 August, 2025