અમદાવાદમાં મોદી સ્ટેડિયમમાં ચક્કર આવવાથી 300 લોકો ઢળી પડ્યા, 10ને હોસ્પિટલ ખસેડાયા
October 14, 2023

108 ઈમર્જન્સીને મેચ દરમિયાન 150થી વધુ કોલ મળ્યાં,મોટા ભાગે બેભાન થવું , માથુ દુખવું, ધ્રુજારી થવાની ફરિયાદો
અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો મુકાબલો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (108 Emergency)બીજી બાજુ સ્ટેડિયમમાં લાખોની સંખ્યામાં દર્શકો આવ્યા હોવાથી મેડિકલ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. ત્યારે ગરમીનું વાતાવરણ હોવાથી સ્ટેડિયમમાં સવારથી લઈને પાંચ વાગ્યા સુધીમાં ત્રણસોથી વધુ લોકોને ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદો થઈ હતી. જેમાં કેટલાક લોકો ચક્કર આવતાં પડી પણ ગયા હતાં. (300 people sick) આ દરમિયાન 108 ઈમર્જન્સી સેવા દ્વારા તેમને સારવાર અપાઈ હતી. તેમજ વધુ 10 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
અમદાવાદમાં સવારે 10 વાગ્યે તાપમાનનો પારો 31 ડીગ્રી હતો અને પવનની ગતિ 9 Kmph હતી. તેમજ ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. જ્યારે અગિયાર વાગ્યાથી તાપમાનમાં વધારો થતાં 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી સ્ટેડિયમમાં લોકોને ગરમીનો અહેસાસ થયો હતો. ગરમીના માહોલની વચ્ચે કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થાય તો ઇમરજન્સી માટે સ્ટેડિયમમાં કુલ 12 જેટલી 108 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. સ્ટેડિયમમાં આઈસીયુ બેડ સાથેની મીની હોસ્પિટલ ઊભી કરાઈ છે. જેમાં વેન્ટિલેટર સાથેના 6 બેડ મૂકવામાં આવ્યા છે. ડોક્ટર, નર્સ સહિત 54 સભ્યોની ટીમ મેચ દરમિયાન સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
Related Articles
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લેવાની ઈચ્છા, જુઓ BCCIએ શું કહ્યું
રોહિત બાદ કોહલીની પણ ટેસ્ટ ક્રિકેટમાંથી...
May 10, 2025
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી બાદ બની ગયો 'દેશભક્ત'
અંબાતી રાયડુનો યુ-ટર્ન, વિવાદિત ટિપ્પણી...
May 10, 2025
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
Trending NEWS

10 May, 2025

10 May, 2025