6,0,6,6,6,4... કાંગારૂઓના સ્ટાર બોલરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, લાઇન લેંથ જ ભૂલ્યો

September 28, 2024

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોર્ડ્સ ખાતે રમાયેલી ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 186 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે એક શરમજનક રેકોર્ડ બનવતો હતો. ઇંગ્લેન્ડ સામે ઇનિંગની છેલ્લી ઓવર ફેંકવા આવેલા સ્ટાર્કે 28 રન આપ્યા હતા. તેની સાથે જ તે ઓસ્ટ્રેલિયાના વનડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકનાર બોલર બની ગયો હતો. ઇંગ્લિશ બેટર લિયામ લિવિંગસ્ટોને વિસ્ફોટક બેટિંગ કરતા સ્ટાર્કના નામે આ શરમજનક રેકોર્ડ જોડાયો હતો. ઓવર દરમિયાન લાગી રહ્યું હતું કે સ્ટાર્ક લાઇન લેંથ જ ભૂલી ગયો છે. લિવિંગસ્ટોને છેલ્લી ઓવરમાં સ્ટાર્કની ઓવરમાં 4 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયન વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોંઘી ઓવર કરવાનો રેકોર્ડ ઝેવિયર ડોહર્ટીના નામે હતો. તેણે વર્ષ 2013માં ભારત વિરુદ્ધ એક ઓવરમાં 26 રન આપ્યા હતા. ડોહર્ટી સિવાય કેમરુન ગ્રીન અને એડમ જૈમ્પાએ પણ એક ઓવરમાં 26-26 રન આપ્યા છે. પરંતુ હવે આ રેકોર્ડમાં સૌથી ટોચ પર મિચેલ સ્ટાર્કનું નામ જોડાઈ ગયું છું.