ગોંડલમાં હાઇવોલ્ટેજ ડ્રામા બાદ સામસામે ફરિયાદ નોંધાઇ, 10 લોકોની કરાઇ ધરપકડ
April 28, 2025

ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુધ્ધ બાદ રવિવારે સામાજિક અને રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. ગોંડલ પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ, ધાર્મિક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો વિરોધ સહન કરવો પડ્યો હતો. આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ તેમના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે આક્ષેપ કર્યા છે અને બી ડિવિઝનમાં પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી છે. ગણેશના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ કથિરિયાના સમર્થનમાં આવેલી ચાર-પાંચ કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેજા કાર ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે.
10 આરોપીઓની ધરપકડ
10 આરોપીઓની ધરપકડ
- પીન્ટુ સાવલિયા
- નિલેશ ચાવડા
- પુષ્પરાજ વાળા
- અજીતસિંહ ઝાલા
- કરણસિંહ પઢિયાર
- કીર્તિરાજસિંહ ઝાલા
- હિતેશ રાઠોડ, અરમાન ખોખર
- રોહિત રાઠોડ
Related Articles
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, ગાંધીનગરથી 27 કિ.મી. દૂર કેન્દ્ર
ઉત્તર ગુજરાત 3.4ની તીવ્રતાના ભૂકંપથી હચમ...
May 03, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપી વિજય પાસવાનને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે...
May 02, 2025
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. ગિરિજા વ્યાસન...
May 02, 2025
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફ...
Apr 30, 2025
Trending NEWS

અમદાવાદમાં એક જ દિવસમાં 5 અલગ-અલગ સ્થળે આગની ઘટના
02 May, 2025

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘ...
30 April, 2025

AAPના બે દિગ્ગજ નેતા નવી મુશ્કેલીમાં ફસાયા, 2000 ક...
30 April, 2025

પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહ...
30 April, 2025

ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ...
30 April, 2025