એ. આર. રહેમાનને છાતીમાં દુઃખાવો ઉપડતાં એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

March 17, 2025

સુપ્રસિદ્ધ સિંગર અને મ્યુઝિશિયન એ,આર રહેમાનની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.  તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાથી હાલમાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

બોલિવૂડના સુપરહિટ ગાયક અને સંગીતકાર એઆર રહેમાનની તબિયત રવિવારે અચાનક બગડી ગઈ હતી.  એ.આર. રહેમાનને છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  એ.આર. રહેમાને, જે ચેન્નાઈમાં પોતાના ઘરે રોકાયા હતા, તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હતી. જે બાદ તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ડોક્ટર્સે હાલમાં  ધુ સ્વાસ્થ્ય અપડેટ્સ જાહેર કરીને જણાવ્યું કે તેમના તમામ ટેસ્ટ કરાયા છે. હાલ તેઓ સ્વસ્થ છે. અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.