આમિર ખાનની ત્રીજી લવ સ્ટોરી, 'ભુવન' ને આખરે મળી 'ગૌરી', એક્ટરની માત્ર બે જ ફિલ્મો જોઈ છે

March 17, 2025

બોલિવૂડ સુપરસ્ટાર સ્ટાર આમિર ખાનની લવ લાઈફ આ દિવસોમાં ચર્ચામાં છે. અભિનેતાએ પોતાની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટની 13 માર્ચે પોતાના પ્રિ-બર્થડે સેલિબ્રેશનમાં મીડિયા સાથે મુલાકાત કરાવી હતી. ગૌરી મૂળ બેંગલુરુની છે અને હાલમાં આમિરની પ્રોડક્શન કંપનીમાં કામ કરે છે. પરંતુ સૌથી રસપ્રદ વાત એ છે કે ગૌરી બોલિવૂડની ફેન નથી અને તેણે આમિરની માત્ર બે જ ફિલ્મો જોઈ છે. એવામાં લોકોને પ્રશ્ન થાય કે તેમ છતાં તે આમિરના પ્રેમમાં કઈ રીતે પડી? મીડિયા સાથે વાત કરતી વખતે ગૌરી પૂછવામાં આવ્યું હતું કે, 'તે આમિરને કેમ પસંદ કર્યો?' આ અંગે જવાબ આપતા ગૌરીએ કહ્યું કે, 'હું ઇચ્છતી હતી કે મારો પાર્ટનર એક સારો વ્યક્તિ હોય, જેન્ટલમૅન હોય અને સંભાળ રાખનાર હોય'. આના પર આમિરે મજાકમાં કહ્યું, 'અને આ બધું મેળવ્યા પછી તને હું મળી ગયો'. આમિર અને ગૌરીની મિત્રતા 25 વર્ષ જૂની છે, પરંતુ તેઓ લાંબા સમયથી સંપર્કમાં નહોતા. માત્ર 2 વર્ષ પહેલા જ બંને ફરી મળ્યા અને પ્રેમમાં પડ્યા. આમિરે કહ્યું, 'હું એક એવી વ્યક્તિ ઇચ્છતો હતો જેની સાથે હું શાંત રહી શકું અને જે મને શાંતિ આપે અને પછી ગૌરી મારા જીવનમાં આવી.'