Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

કિસાન મહા પંચાયતમાં જતા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની અટકાયત

October 12, 2025

બોટાદ- બોટાદ કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની પોલીસે અટકાયત કરવામાં આવી છે. બગોદરા ખાતે ઇસુદાન ગઢવીની અટકાયત કરતાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. તેવામાં ઈસુદાન ગઢવીએ કહ્યું કે, '2027ની ચૂંટણી પછી અમારી સરકાર બનવાની છે અને પહેલી જ કેબિનેટમાં આખે આખા ગુજરાતની પોલીસ ચેન્જ થઈ જશે.'
બોટાદ માર્કેટયાર્ડ (APMC) ખાતે કપાસના વેપારીઓ દ્વારા વજનમાં કરાતા 'કડદા' વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે. ગત 10 ઓક્ટોબરે મોડી રાત્રે યાર્ડમાં ખેડૂતો ભજન-કીર્તન કરીને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે પોલીસે મુખ્ય ખેડૂત આગેવાન રાજુ કરપડાની અટકાયત કરી હતી.
છેલ્લા બે દિવસથી ખેડૂતો કપાસમાં થતાં કડદાને લઈને બોટાદ માર્કેટયાર્ડ ખાતે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે, ત્યારે આજે રવિવારે (12 ઓક્ટોબર) બોટાદ કિસાન મહાપંચાયતમાં જઈ રહેલા ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની બગોદરા ખાતે પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા.