ACBનો મોટો નિર્ણય : મુજીબ ઉર રહેમાન, ફઝલ ફારૂકી અને નવીન ઉલ હકના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રદ કર્યા

December 26, 2023

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના ત્રણ ખેલાડીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. બોર્ડે મુજીબ ઉર રહેમાન, ફઝલ ફારૂકી અને નવીન ઉલ હકના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ રોકી દીધા છે. આ ઉપરાંત બોર્ડે આગામી બે વર્ષ સુધી આ ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. ખેલાડીઓએ બોર્ડ સમક્ષ પોતાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી મુક્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, ત્યારબાદ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સત્તાવાર રીતે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી શેર કરી છે. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ખેલાડીઓ અફઘાનિસ્તાનના બદલે કોમર્શિયલ લીગમાં રમવાનું અને તેમના અંગત હિતો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. તેઓ રાષ્ટ્રીય કર્તવ્યને પ્રાથમિકતા આપતા નથી.