આદિલ રશીદે રચ્યો ઈતિહાસ, T20Iમાં 100 વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બોલર બન્યો
December 13, 2023
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્પિનર આદિલ રશીદે T20Iમાં ઈતિહાસ રચી દીધો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ T20Iમાં ઇંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સ્પિનર આદિલ રશીદે એક મોટી સિદ્ધિ મેળવી હતી. આદિલ રશીદ ઇંગ્લેન્ડ તરફ(Adil Rashid Completed 100 Wickets In T20I)થી T20Iમાં 100 વિકેટ મેળવનાર પહલો બોલર બની ગયો છે. રશીદે આ કારનામું તેની 100મી T20I મેચમાં કરી બતાવ્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ T20I મેચમાં આદિલ રશીદે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે તેના T20I કરિયરમાં 100 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. આદિલ પહેલા કોઈપણ ઈંગ્લીશ બોલરે T20Iમાં 100 વિકેટ લીધી નથી. T20Iમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટિમ સાઉથીના નામે છે. સાઉદીએ T20Iમાં 144 વિકેટ લીધી છે. અત્યાર સુધી 6 સ્પિન બોલરો T20I ક્રિકેટમાં 100થી વધુ વિકેટ લેવામાં સફળ થયા છે. જેમાં શાકિબ અલ હસને 140 વિકેટ, રાશિદ ખાને 130 વિકેટ, શાદાબ ખાને 104 વિકેટ, મિચેલ સેન્ટનરે 100 વિકેટ અને હવે આદિલ રશીદે T20Iમાં 100 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.
ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.3 ઓવરમાં 171 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે 18.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી આન્દ્રે રસલે ઘાતક બોલિંગ કરી હતી. તેણે ત્રણ વિકેટ ઝડપી હતી. તે પછી બેટિંગમાં પણ રસલે પોતાનો દમ બતાવ્યો હતો. તેણે 14 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન બનાવીને પોતાની ટીમને વિજય બનાવી હતી. રસલને તેના આ શાનદાર પ્રદર્શનના લીધે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો હતો.
Related Articles
'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર બની સારા તેંડુલકર, પિતાની છાતી ગર્વથી ફૂલી ગઈ
'સચિન તેંડુલકર ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર બન...
ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને પહેલીવાર માહી સાથેના સંબંધો પર તોડ્યું મૌન
ધોની સાથે 10 વર્ષ સુધી વાત ન કરી, હરભજને...
Dec 04, 2024
2 ઓલિમ્પિક મેડલ જીતનાર પી.વી.સિંધુ બનશે 'દુલ્હન', જાણો ક્યારે અને ક્યાં યોજાશે સમારોહ
2 ઓલિમ્પિક મેડલ જીતનાર પી.વી.સિંધુ બનશે...
Dec 03, 2024
ભારતની કમાણી જોઈને ચીડાય છે પાકિસ્તાન...એટલે જ ICCના રેવન્યુ મોડેલમાં ઇચ્છે છે ધરખમ ફેરફાર
ભારતની કમાણી જોઈને ચીડાય છે પાકિસ્તાન......
Dec 02, 2024
ટેસ્ટમાં બુમરાહને ફક્ત 6 બેટ્સમેન જ છગ્ગા ફટકારી શક્યા, ભલભલા બેટરના પરસેવા છોડાવ્યા
ટેસ્ટમાં બુમરાહને ફક્ત 6 બેટ્સમેન જ છગ્ગ...
Dec 02, 2024
ફૂટબોલ મેચમાં હિંસા ભડકી, બે ટીમના ફેન્સ બાખડ્યાં, પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં 100થી વધુનાં મોત
ફૂટબોલ મેચમાં હિંસા ભડકી, બે ટીમના ફેન્સ...
Dec 02, 2024
Trending NEWS
10 December, 2024
10 December, 2024
10 December, 2024
10 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
09 December, 2024
Dec 04, 2024