Jawan બાદ હવે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' માં નજર આવશે એક્ટ્રેસ રિદ્ધિ ડોગરા

September 19, 2023

મુંબઈઃ શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મને ક્રિટિકની સાથે-સાથે ચાહકો પાસેથી પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને રિદ્ધિ ડોગરા મહત્વના પાત્ર નિભાવતા નજર આવ્યા છે. જવાનમાં ધમાલ મચાવ્યા બાદ રિદ્ધિ સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગર 3 માં નજર આવશે. આ ફિલ્મ દિવાળીના તહેવારે રિલીઝ થવાની છે અને આને મનીષ શર્માએ ડાયરેક્ટ કરી છે. રિદ્ધિએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેમણે ટાઈગર 3 માટે કેમ હા પાડી છે. રિદ્ધિએ જણાવ્યુ કે તેમણે સલમાન ખાન અને કેટરીના કૈફની ટાઈગર 3 કરવા માટે શા માટે હા પાડી. રિદ્ધિએ કહ્યુ- મે ટાઈગર 3 ના ડાયરેક્ટર મનીષ શર્મા માટે હા પાડી છે. હું તેમનો ખૂબ આદર કરુ છુ. તેમની સાથે મારી જૂની યાદો તાજા થઈ ગઈ કેમ કે હુ તેમને એક્ટર બન્યા પહેલાથી જાણુ છુ. હું મનીષને બહુ પહેલા મળી હતી જ્યારે અમે નક્કી કરી રહ્યા હતા કે અમારે શું કરવુ છે. તેઓ મુંબઈમાં મારા પહેલા મિત્રો પૈકીના એક હતા.