અમદાવાદની રિયા સિંઘાએ 'મિસ યુનિવર્સ ઈન્ડિયા-2024' નો તાજ જીત્યો, હવે વિશ્વ સ્તરે ભાગ લેશે
September 23, 2024
રવિવારે રાજસ્થાનના જયપુરમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. આ ઇવેન્ટમાં ગુજરાતની 19 વર્ષની રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નું ટાઇટલ જીત્યું હતું. અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ તેને 'તાજ મહેલ' ક્રાઉન પહેરાવ્યો હતો. આ જીત બાદ હવે રિયા વિશ્વ લેવલ પર મિસ યુનિવર્સનો ખિતાબ જીતે તેવી બધાને અપેક્ષા છે. રિયા અમદાવાદની છે અને તેણે મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણી શાળાના દિવસોથી જ મોડેલિંગ અને પેજન્ટ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હવે તે અમદાવાદની યુનિવર્સિટીમાંથી પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કરી રહી છે. આ પહેલા રિયાએ મિસ ટીન અર્થ 2023નો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે મિસ ટીન યુનિવર્સ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.રિયાની મોટી જીત પછી તેણે કહ્યું કે, 'આજે મેં મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો છે. હું ખૂબ જ આભારી છું. મારી જાતને આ તાજ માટે લાયક માની શકું તે સ્થાને પહોંચવા માટે મેં સખત મહેનત કરી છે. હું અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત છું.'અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલા આ ઇવેન્ટની જજ હતી. તેમજ ઉર્વશીએ રિયાની જીત પર આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'ભારત આ વર્ષે ફરીથી મિસ યુનિવર્સનો તાજ જીતશે.'
Related Articles
અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદાને આવ્યા, ચંદ્રબાબુ-રેડ્ડી પર ગંભીર આરોપ
અલ્લુ અર્જુનની ધરપકડ મામલે રાજનેતાઓ મેદા...
અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પાછો ખેંચવા તૈયાર
અલ્લુ અર્જુન કેસ: મૃતક મહિલાનો પતિ કેસ પ...
Dec 13, 2024
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ અલ્લૂ અર્જુનની ફિલ્મ, તમામ રેકોર્ડ તોડ્યા
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડ...
Dec 13, 2024
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે ફલેટ લીધો
શ્રદ્ધા કપૂરે મહિને છ લાખ રૂપિયાના ભાડે...
Dec 04, 2024
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની બાયોપિક બનશે
ક્વીન ઓફ ધી સાઉથ ટાઈટલથી સિલ્ક સ્મિતાની...
Dec 04, 2024
Trending NEWS
અમેરિકામાં ડિપોર્ટેશનનું પ્રથમ લિસ્ટ તૈયાર, 18 હજા...
13 December, 2024
કેનેડામાં વધુ એક નિયમ બદલાયો, જોબ ડિમાન્ડ હશે તો જ...
13 December, 2024
બાઇડેનનો વધુ એક મોટો નિર્ણય, 4 ભારતવંશી સહિત 1500...
13 December, 2024
'પુષ્પારાજ'નો ધમાકો, 7 દિવસમાં 1000 કરોડને પાર થઈ...
13 December, 2024
‘એક દેશ, એક ચૂંટણી’નો આ રાજ્યોના મુખ્યમંત્રીઓએ કર્...
13 December, 2024
છત્તીસગઢઃ દંતેવાડામાં નક્સલીઓ-સુરક્ષા દળો વચ્ચે અથ...
13 December, 2024
ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિર...
12 December, 2024
માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં...
12 December, 2024
અફઘાનિસ્તાનના કાબુલમાં ભયંકર બ્લાસ્ટ, તાલિબાની મંત...
11 December, 2024
એક પગ પર 12 વર્ષ સુધી તપ કરનારા 110 વર્ષીય સંત બાબ...
11 December, 2024
Dec 13, 2024