અલ્લૂ અર્જુનના દાવા પર હૈદરાબાદ પોલીસે જાહેર કર્યા CCTV ફુટેજ

December 22, 2024

હૈદરાબાદ : હૈદરાબાદ શહેર પોલીસે રવિવારે સંધ્યા થિયેટરના સીસીટીવી ફુટેજ જાહેર કર્યા. જ્યાં 4 ડિસેમ્બરે અલ્લૂ અર્જુન પોતાની ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ભાગદોડ મચી હતી અને ત્યારબાદ અલ્લૂ અર્જુનને થિયેટરની બહાર લઈ જવાયા હતા. ભાગદોડમાં એક મહિલાનું મોત થયું અને તેમનો દીકરો ઈજાગ્રસ્ત થઈ ગયો. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યાં છે કે, પોલીસ એક્ટરને થિયેટરની બહાર લઈ જઈ રહ્યા છે. એસીપી રમેશે મીડિયાને એ પણ જણાવ્યું કે, 'પોલીસે અર્જુનને ભાગદોડ અંગે ત્યારે જણાવાયું જ્યારે તેઓ સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા.'


એસીપી રમેશે વધુમાં કહ્યું કે, 'અલ્લૂ અર્જુનના મેનેજર સંતોષને સૌથી પહેલા મોત અંગે જણાવાયું, જ્યારે તેઓ થિયેટરમાં હતા. અમે તેમને એ પણ જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણની બહાર થઈ રહી છે અને એક યુવક હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ સંતોષ અને અન્ય એક વ્યક્તિએ અમને એક્ટરને મળવા ન દિધા.' કેટલાક દેખાવકારોએ આજે (22 ડિસેમ્બર) અલ્લુ અર્જુનના ઘર બહાર હુમલો કર્યો છે. દેખાવકારોએ ગુસ્સામાં આવી સૂત્રોચ્ચાર કરી તેમના ઘરના બહીચામાં તોડફોડ કરી છે. એવું કહેવાય છે કે, દેખાવકારો પીડિત પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી રહ્યા છે.