બ્રિટિશ અખબારની સદીના 60 બેસ્ટ એક્ટરની યાદીમાં એકમાત્ર ભારતીય અભિનેતા ઇરફાન ખાનનો સમાવેશ

January 01, 2025

બ્રિટિશ ન્યૂઝપેપર ધ ઈન્ડિપેન્ડન્ટે 21મી સદીના 60 બેસ્ટ એક્ટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના ફક્ત એક્ટરનું જ નામ સામેલ છે. ભારતીય સિનેમાના ચાહકોના આૃર્ય વચ્ચે બેસ્ટ એક્ટર્સની યાદીમાં સ્થાન મેળવનાર આ એક્ટર અમિતાભ બચ્ચન, શાહરુખ, આમિર કે સલમાન નહીં પણ ઇરફાન ખાન છે. ઇરફાન હવે ફાની દુનિયામાં હયાત નથી પણ તેની એક્ટિંગની ચર્ચા દેશ વિદેશમાં થતી જ રહે છે. વિશ્વભરના બેસ્ટ એક્ટર્સની યાદીમાં ઇરફાનનો ક્રમ 41મો છે.

ઇરફાન 2001માં આવેલી ફિલ્મ ધ વોરિયરથી તે સૌ કોઈની નજરમાં આવ્યો હતો. તે પછી તિગ્માંશુ ધુલિયાની હાસિલ, વિશાલ ભારદ્વાજની ફિલ્મ મકબૂલ અને મીરા નાયરની ફિલ્મ ધ નેમસેકે તેને એક બહેતરીન એક્ટર તરીકેની ઓળખ આપી હતી. જો કે આ કલાકાર રોગ સામેની લડાઈ હારી ગયો અને 2020માં તેનું નિધન થયું હતું.