કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા
May 24, 2025

કાન્સ રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટે આ વર્ષે ડેબ્યૂ કર્યું છે. તેના પહેલા લુકને લઈને દરેક લોકો ખૂબ જ એક્સાઈટેડ હતા. હવે આલિયાનો પહેલો લુક રિવીલ થઈ ચૂક્યો છે. 22 મેના રોજ આલિયા મુંબઈથી ફ્રેન્ચ રિવેરા માટે રવાના થઈ હતી. ત્યાં પહોંચતાની સાથે જ તે રેડી થવા માટે જતી રહી. હવે આલિયાનો લુક ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આલિયાએ Schiaparelli દ્વારા ડિઝાઈન કરાયેલ બોડી ફિટેડ ગાઉન કેરી કર્યું છે. આ ઓફ શોલ્ડર ગાઉન જેમાં ફ્લોરલ અને ફૂલોના મોટિફ્સ સાથે ભરતકામ કરવામાં આવ્યું છે. ઘૂંટણથી નીચે તરફ એક ફ્રિલ છે અને તેની સાથે જ નાની વેલ તેનાથી બનાવવામાં આવી છે. આલિયાએ કાનમાં ઈયરિંગ્સ પહેરી છે. આ સિવાય તેણે કોઈ જૂલરી નથી પહેરી. હવે આલિયાનો નો જૂલરી લુક જોઈ ચાહકો ફીદા થઈ ગયા છે. એક્ટ્રેસે વાળ બનમાં બાંધેલા છે. ન્યૂડ મેકઅપ કર્યો છે. એક્ટ્રેસના ચહેરા પરની ખુશી જોઈને બધા ચોંકી ગયા છે. તમામનું કહેવું છે કે લાંબી ફ્લાઈટ છતાં તે કેટલી ફ્રેશ દેખાય રહી છે. ચાહકોને આલિયાનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક ચાહકે લખ્યું- આલિયા તમે ટોપ પર છો અને બધાની નજર તમારા લુક પર છે. તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટને રિયા કપૂરે સ્ટાઈલ કરી છે. જૂલરી, મેકઅપથી લઈને ડ્રેસ સુધી બધું જ તેણે ફાઈનલ કર્યું છે.
Related Articles
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...
May 27, 2025
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂ...
May 24, 2025
અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુની બ્રાન્ડ એમ્બેસેડર બનતાં વિવાદ, લોકો ભડક્યાં
અભિનેત્રી તમન્ના ભાટિયા કર્ણાટકમાં સાબુન...
May 24, 2025
12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભિનેત્રી, કહ્યું- મુશ્કેલ સમયમાં મારા ઘરે આવી મદદ કરી
12 વર્ષ મોટા અભિનેતા સાથે લગ્ન કરશે આ અભ...
May 21, 2025
તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી 3 ફિલ્મમાંથી પરેશ રાવત ખસી જતાં સુનીલ શેટ્ટીનું રિએક્શન
તેમના વિના ફિલ્મ નહીં બને.. ' હેરા ફેરી...
May 21, 2025
Trending NEWS

હિંસાગ્રસ્ત રાખાઇન પ્રાંતને બાંગ્લાદેશ સાથે જોડતા...
27 May, 2025

લંડનના લિવરપૂલમાં કાર ચાલકે ભીડ પર કાર ચડાવી દેતા...
27 May, 2025