અમેરિકાના વૈજ્ઞાનિકોને માઈક્રો RNAની શોધ માટે મેડિસિનનો મળ્યો નોબેલ
October 08, 2024

આખી દુનિયામાં જેના નામનો ડંકો વાગે છે તેવું અધધ રકમ અને પ્રસિદ્ધિ અપાવનારા નોબેલ પુરસ્કારની જાહેરાત કરવાનો પ્રારંભ થઈ ચુકયો છે. સૌ પ્રથમ મેડિસિન ક્ષેત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાવમાં આવી છે. ત્યારબાદ સાહિત્ય, ભૌતિક અને બીજા નોબેલ પુરસ્કારની જાહેરાત થશે. આ વખતે તબીબી ક્ષેત્રનું નોબેલ અમેરિકાના બે વૈજ્ઞાનિકોને મળ્યું છે. નોબેલ પુરસ્કાર વિજેતાઓને 11 મિલિયન સ્વિડિશ ક્રોનર પુરસ્કારની રકમ તરીકે અપાય છે.
અમેરિકી વૈજ્ઞાનિક વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રુવકુનને માઈક્રો આરએનએ પર તેઓના કામ માટે તબીબી ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. માઈક્રો આરએનએ પર કરાયેલા સંશોધનને એ સમજવામાં મદદ કરે છે કે આપણું જીન માનવ શરીરની અંદર કઈ રીતે કામ કરે છે અને આ માનવ શરીરની જુદીજુદી પેશીઓ કરી રીતે જન્મે છે.
મેડિસિન ક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર વિજેતાઓની પસંદગી સ્વીડનની કારોલિંસ્કા ઈન્સિટ્યૂટની નોબેલ એસેમ્બલી તરફથી કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેઓની શોધથી જીન્સના કંટ્રોલ અંગેનો એક નવો સિદ્ધાંત સામે આવ્યો છે. જે મનુષ્યો સહિત બહુકોશિકીય જીવો માટે ખૂબ જરૂરી સાબિત થયું છે. સંશોધનથી જાણવા મળ્યું છે કે, માનવ જિનોમ એક હજારથી વધુ માઈક્રો આરએનએને કોડ કરે છે.
Related Articles
ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભા લોકો પર ઈઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત
ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભા લોકો પર ઈઝ...
Jul 21, 2025
280 પેસેન્જર્સ ભરેલા સ્ટીમરમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા દરિયામાં કુદ્યા
280 પેસેન્જર્સ ભરેલા સ્ટીમરમાં ભીષણ આગ,...
Jul 21, 2025
ભારતીય ગુંડાઓનો અમેરિકામાં આતંક, FBIએ કરી સખ્ત કાર્યવાહી
ભારતીય ગુંડાઓનો અમેરિકામાં આતંક, FBIએ કર...
Jul 21, 2025
પૂર સંકટમાં 203 લોકોના થયા મોત, પંજાબમાં મૃત્યુઆંક 123 પર પહોંચ્યો
પૂર સંકટમાં 203 લોકોના થયા મોત, પંજાબમાં...
Jul 21, 2025
167 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોંગકોંગમાં આવ્યું ‘વિફા’ તોફાન
167 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોંગકોંગમ...
Jul 21, 2025
કાબુલમાં 2030 સુધીમાં એક ટીપા પાણી માટે તરસશે લોકો : રિપોર્ટ
કાબુલમાં 2030 સુધીમાં એક ટીપા પાણી માટે...
Jul 21, 2025
Trending NEWS

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025