કેનેડામાં મજૂરોને લઈ જતા વિમાનને નડયો અકસ્માત, છ લોકોનાં મોત

January 24, 2024

કેનેડામાં મજૂરોને ખાણમાં લઈ જતું એક વિમાન ઉડયાના મિનિટોમાં અકસ્માતનો ભોગ બન્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરી કેનેડામાં મજૂરોને ખાણમાં લઈ જતા એક નાનું યાત્રી વિમાન ઉડયા પછી તરત દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં છ લોકોનાં મોત થયા હતા. જો કે એક વ્યકિત બચી ગઈ હતી. જો કે વ્યકિત અંગે હાલ કોઈ જાણકારી નથી.
 
વિમાન દુર્ઘટનાનો ભોગ બની જતા સૈન્યના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. બચાવકર્મીઓને ઘટનાસ્થળેથી માત્ર કાટમાળ મળ્યો હતો. ઓંટારિયો, ટ્રેંટનમાં સંયુક્ત રૅસ્કયૂ ટીમ કેન્દ્ર તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે સવારે 8.50 મિનિટે ઉડ્યા બાદ રડાર પરથી વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો. શહેરના એક હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું કે સામૂહિક પ્રોટોકોલને લઈ સક્રિય કરી દેવાયો છે. વિમાનના મૃતકોની ગણતરી હજી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ અન્ય જાણકારી નહોતી આપી.

અકસ્માતનો ભોગ બનેલી એરલાઈન સંચાલન કરનાર કંપની તરફથી કહેવાયું કે આ એક ચાર્ટર વિમાન હતું. જે મજૂરોને ખાણ સુધી લઈ જઈ રહ્યું હતું. એરપોર્ટના રન-વેથી 1.1 કિલોમીટરના અંતરે આ વિમાન તૂટી પડયું હતું. હાલ ફોર્ટ સ્મિથમાં તમામ વિમાનને રોકી દેવામાં આવ્યા છે. આ અકસ્માતની તપાસ માટે કેનેડાના પરિવહન સુરક્ષા બોર્ડની એક ટીમ તૈનાત કરાઈ છે.