અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ફરી એક વખત સામૂહિક ગોળીબાર, અનેક લોકોના મોતની આશંકા

November 22, 2025

અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ફરી એક વખત સામૂહિક ગોળીબારની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં ગોળીબારની બીજી એક ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે પરંતુ હજુ સુધી કોઈના મોતની સત્તાવાર વિગતો સામે આવી નથી. ઉત્તર કેરોલિનામાં ફરી એક વખત અમેરિકામાં માસ શૂટિંગની ઘટનાથી મોટો હડકંપ મચ્યો છે. વારંવાર થતી ગોળીબારની ઘટનાઓને લઈને લોકોમાં સલામતીને લઈને ચિંતા થવા લાગી છે.

ઉત્તર કેરોલિનામાં થયેલ ગોળીબાર ઘટનાના સામે આવેલ પ્રારંભિક અહેવાલો મુજબ જયારે કોનકોર્ડના વાર્ષિક ક્રિસમસ ઉજવણીની થઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો. શહેરના 28મા વાર્ષિક ક્રિસમસ ટ્રી લાઇટિંગ સમારોહ દરમિયાન ગોળીબાર થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અંધાધૂંધ ફાયરિંગ થવાથી લોકો વિસ્તારમાંથી ભાગવા લાગ્યા હતા. અચાનક ગોળીબાર થવાથી આ વિસ્તારમાં અરાજકતા ફેલાઈ અને લોકોમાં નાસભાગ મચી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.

વાયરલ વિડીયોમાં દેખાય છે કે ગોળીબાર થઈ રહ્યો છે ત્યારે લોકોનું ટોળું બચાવ..બચાવ.ની બૂમ પાડતું સલામતી માટે ભાગે છે. ગોળીબાર ઘટનાના સમાચાર સામે આવતા જ કોનકોર્ડ પોલીસે ઝડપથી કાર્યવાહી કરી, ચર્ચ સ્ટ્રીટ અને કેબેરસ એવન્યુ નજીકના વિસ્તારને ગુનાના દ્રશ્યની ટેપથી ઘેરી લીધો. ગોળીબાર કોણે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. શહેરના અધિકારીઓએ ઘટનાની પુષ્ટિ કરી અને શહેરમાં અન્ય તમામ કાર્યક્રમો રદ કર્યા. હાલમાં, અધિકારીઓએ ઇજાગ્રસ્ત વ્યક્તિઓ, ગોળીબારનું કારણ જેવી બાબતો પર કોઈપણ પ્રકારની ચોક્કસ માહિતી આપી નથી. પરંતુ ઘટનાને લઈને તપાસ ચાલુ છે તેમ જણાવ્યું.