ઉત્તર ગુજરાતમાં કારતકમાં અષાઢ જેવો માહોલ, ઊંઝા-બહુચરાજી તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ
October 25, 2025
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે શનિવારે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એક તરફ વહેલી સવારની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યારે જ બીજી તરફ કમોસમી વરસાદ શરુ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાની શરુઆત સાથે ઊંઝા- બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકતાં અષાઢી માહોલ જામ્યો હતો. દોઢ ઇંચ જેટલા વરસાદના લીધે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આ ઉપરાંત પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિત મહેસાણાના ઐઠોર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતનો પાક જવાની ચિંતા ફેલાઈ છે.
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આગામી 25થી 27 ઑક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે (25 ઑક્ટોબર) વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આવતીકાલે (26 ઑક્ટોબર) વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 27 ઑક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરુચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.
Related Articles
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય: 268 તાલુકાઓનું નવું વર્ગીકરણ જાહેર
ગુજરાતમાં ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્...
Oct 11, 2026
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દીપક બાબરિયાનું નિધન
વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસના વધુ એ...
Oct 10, 2026
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાતમાં સરકારે માંગણીઓ સ્વીકારી લીધી
મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ: ગુજરાત...
Oct 09, 2026
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026