અમદાવાદ ક્રિકેટ સ્ટેડિયમની બહાર બબાલ, પોલીસે કર્યો લાઠીચાર્જ

May 30, 2023

અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ-2023 ફાઇનલ રમાઈ રહી છે. મહત્વનું છે કે રવિવારે આઈપીએલ ફાઈનલ રમાવાની હતી પરંતુ વરસાદને કારણે મેચ સ્થગિત કરવામાં આવી હતી. આજે રિઝર્વ ડેમાં આ મેચ શરૂ થઈ હતી. ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશને લઈને પોલીસ અને દર્શકો વચ્ચે બબાલ જોવા મળી હતી. 


અડધી મેચ પૂરી થવા આવી ત્યારે પોલીસે લોકોને ફ્રીમાં સ્ટેડિયમની અંદર એન્ટ્રી આપી હતી. આ દરમિયાન લોકો બેકાબૂ બની ગયા હતા. ત્યારે ટોળાને કાબુમાં લેવા અને સ્થિતિ પર નિયંત્રણ બનાવી રાખવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન લોકો એકબીજા પર પડ્યા હતા. જેમાં એક યુવતીને ઈજા થવાના પણ સમાચાર છે.