ભુજ પાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરને મારી નાખવાની ધમકી આપી શખ્સોએ કર્યુ ફાયરિંગ

August 31, 2024

ભુજ નગરપાલિકાના કોર્પોરેટર ધર્મેશ ગોરની ઓફીસની બહાર કેટલાક વ્યકિતઓ દ્રારા ફાયરીંગ કરાતા આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા,સાથે સાથે કોર્પોરેટરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી,સમગ્ર ઘટનાને લઈ પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે હાજર થઈ ગયા હતા અને સીસીટીવીના આધારે તપાસ હાથધરી હતી,હજી આ 9 શખ્સોની ઓળખ થઈ ન હતી,જયારે પોલીસ આરોપીઓને ઝડપશે ત્યારે ખબર પડશે કે કઈ વાતને લઈ તોડફોડ અને ફાયરીંગ કરવામાં આવ્યું.

કોર્પોરેટરની ઓફીસની બહાર ફાયરીંગ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને પોલીસે રોડ કોર્ડન કર્યો હતો,સમગ્ર ઘટનાને લઈ પોલીસે કોર્પોરેટરની ફરિયાદ નોંધી છે,પરંતુ આ ફરિયાદ હજી નામ જોગ નથી નોંધાઈ,પોલીસ દ્રારા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.કોર્પોરેટરને પણ ખબર નથી કોના દ્રારા આ ફાયરીંગ કરવામાં આવ્યું છે,ત્યારે અગામી સમયમાં પોલીસ આરોપી નહી ઝડપાય તો અલગ-અલગ ટીમો પણ બનાવશે અને તેને શોધવાની કામગીરી પણ કરશે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,પ્રાથમિક રીતે અંગત અદાવતમાં આ ફાયરીંગ થયું છે.પરંતુ રાત્રીનો સમય હોવાથી સીસીટીવીમાં ચોખ્ખું નથી દેખાતુ કે આ આરોપીઓ કોણ છે.પોલીસે સીસીટીવી જપ્ત કર્યા છે તેમજ આગળના રોડ પરથી પણ અન્ય સીસીટીવી લીધા છે.કોર્પોરેટરને સમગ્ર ઘટનામાં કોઈ ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાની થઈ નથી પરંતુ પોલીસે આ ફાયરીંગ અને જાનથી મારી નાખવાના ગુનામાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.