પાટણમાં ખેતરો બેટમાં ફેરવાતા પાક ગયો નિષ્ફળ, ખેડૂતોની હાલત બની દયનીય

August 31, 2024

પાટણ જિલ્લો ખેતી તેમજ પશુપાલન પર નિર્ભર જિલ્લો છે ત્યારે ઓગસ્ટમા પડેલા સતત ભારે વરસાદને લઈ મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને જાણે સમુદ્ર હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે.જેમાં ખાસ કરી પાટણ તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયેલ જોવા મળી રહ્યા છે જેને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. 

પાટણના ખેડૂતોએ પેટે પાટા બાંધી મોંઘી ખેડ ખાતર બિયારણ લાવી 26.887 હજાર હેકટરમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું પણ ઓગસ્ટમા વરસેલા અનરાઘાર વરસાદ ભારે પડવાને કારણે વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેને કારણે આ વિસ્તારમાં અતિવૃષ્ટિનું નિર્માણ થયું અને તમામ પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો છે ત્યારે ભારે વરસાદે તાત પર પડતા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. 

ઓગસ્ટના અંતમા પડેલા ભારે વરસાદને પગલે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે ખેડૂતો દ્વારા વાવેતર કરેલા પાક બાજરી,જુવાર , કઠોળ , કપાસ , તેમજ પશુઓ માટે નો ઘાસચારો સહિત પાક પાણીમાં ડૂબી જવા પામ્યા છે જેથી તમામ પાક કોવાઈ ગયો અને ખેડૂતોએ વિઘા દીઠ 15 થી 20 હજાર થી વધુ નો ખર્ચ કરેલ પાક પાણી માં ડૂબી ગયા છે અને તાતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે જેમાં સૌથી વધુ પશુઓ માટેનો ઘાસચારો તેમજ કપાસનો પાક તૈયાર થવાની આરે હતો જે તમામ પાક મુળમાંથી કોવાઈ ગયો છે.