સુપર રિચ ટેક્સને કારણે અબજોપતિ બિઝનેસમેન લક્ષ્મી મિત્તલ બ્રિટન છોડશે તેવી શક્યતા

November 24, 2025

છેલ્લા ત્રણ દાયકાથી બ્રિટનમાં રહેતા દેશના સૌથી ધનિક અબજપતિઓમાં સામેલ ભારતીય મૂળના સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી એન મિત્તલે હવે બ્રિટન છોડી દેવાનો નિર્ણય લીધો છે તેમ મીડિયાનાં અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.  લેબર પાર્ટીના નતૃત્ત્વવાળી સરકારે સુપર રિચ લોકો પર ટેક્સ વધારવાની યોજનાને કારણે મિત્તલે બ્રિટન છોડવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.  મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી સ્વિટ્ઝરલેન્ડમાં રહેલા મિત્તલ હવે પોતાના ભવિષ્યનો મોટા ભાગનો સમય દુબઇમાં વિતાવશે.  ૨૦૨૫ની ધનિકોની યાદીમાં આર્સેલર મિત્તલ સ્ટીલ વર્કસનાં સ્થાપકની સંપત્તિનું મૂલ્ય 15.4 અબજ પાઉન્ડ છે અને બ્રિટનના સૌથી ધનિકોની યાદીમાં આઠમા ક્રમે છે. 75 વર્ષીય ઉદ્યોગપતિના નજીકના સ્ત્રોતોના સંદર્ભથી મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બુધવારે બ્રિટનના ચાન્સેલર રશેલ રીવ્સ દ્વારા રજૂ થનારા બજેટ અગાઉ બ્રિટન છોડનારા વધુ એક અબજપતિની યાદીમાં મિત્તલનું નામ સામેલ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે મિત્તલ પાસે દુબઇમાં એક મેનસન છે અને હવે તે યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)નાં નાઇયા ટાપુ ઉપર પણ તેમની પ્રોપર્ટી ખરીદી છે. ગયા વર્ષે લેબર પાર્ટીએ ચૂંટણી જીત્યા પછી રજૂ કરેલા પોતાના પ્રથમ બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કર્યો હતો.   ઉલ્લેખનીય છે કે આ અગાઉ તાજેતરમાં ભારતમાં જન્મેલા ટેક એન્ટ્રેપયોનર અને રોકાણકાર હરમન નરુલાએ પણ બ્રિટન છોડવાની જાહેરાત કરી હતી. ૩૭ વર્ષીય નરુલા બે વર્ષની ઉંમરમાં જ બ્રિટનમાં સ્થાયી થયા હતાં અને તેમણે દુબઇ શિફ્ટ થવાની ઇચ્છા દર્શાવી હતી.