સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે કર્યો આપઘાત
December 01, 2024

સુરત : સુરતના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે પોતાના જ ઘરમાં ગળોફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 34 વર્ષની દિપીકા પટેલે આપઘાત કરી લેતા પરિવાર સહિત ભાજપમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપઘાતની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારજનો સમગ્ર બાબતે આપઘાતની વાતને નકારી રહ્યા છે. પરિવાર આ ઘટનાને આત્મહત્યા નહીં પરંતુ હત્યા જણાવી રહ્યા છે.
મૃતકના સંબંધી મિનેષ પટેલે જણાવ્યું કે, મૃતક ઘણાં સમયથી ભાજપના કાર્યકર્તા હતાં અને સમાજ સેવિકા પણ હતાં. અમને આશંકા છે કે, આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. કારણકે, જ્યાં દિપીકાએ ફાંસો ખાધો હતો ત્યાં કોઈ દોરડું કે દુપટ્ટો નહતો. પરિવારજનોમાંથી તેમના બાળકો ઘરે હતાં અને પતિ ખેતરે ગયાં હતાં. રૂમમાં ફક્ત સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ અને અન્ય એક શખસ આકાશ હાજર હતો. જો કોઈએ ફાંસો ખાધો હોય તો પહેલાં પોલીસને જાણ કરે, પરંતુ ચિરાગે પોલીસને બોલાવવાની બદલે દિપીકાને નીચે ઉતારી. અમને આશંકા છે કે, દિપીકાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે, તેથી સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય મળે.
Related Articles
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકાશમાંથી આગ વરસશે, હવામાન વિભાગની આગાહી
માર્ચમાં મે મહિના જેવી ગરમી : આજે પણ આકા...
Mar 12, 2025
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા
ગુજરાતને શર્મસાર કરતી ઘટના: તાંત્રિક વિધ...
Mar 10, 2025
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્રામજનનો શિકાર કર્યો
વડોદરા નજીક ઓર સંગ નદીમાં મગરે વધુ એક ગ્...
Mar 10, 2025
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 200 કરોડનાં ગ્રીન બોન્ડને મળી મંજૂરી
સુરત સરકારની શેરબજારમાં એન્ટ્રી, SMCના 2...
Mar 10, 2025
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળ...
Mar 08, 2025
Trending NEWS

12 March, 2025

12 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025